________________
૯૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
નામના ભયંકર વૃક્ષ પર ચઢાવવામાં આવે છે જ્યાં તે વજન કાંટાની ભયંકર દારૂણ પીડા પામે છે, વળી લેહીના ગારાથી ભરેલી વૈતરણી નામની નદી તેઓ પાસે કરાવવામાં આવે છે, એ દયા વગરના અધમ રાક્ષસો તેઓને અસિપત્ર વનમાં ચલાવી તેમનાં અંગો છે છે, ભાલા મારે છે, બરછી ઠેકે છે, લેહમય બાણ (નારાય) લગાવે છે, ખગથી કુટે છે, ગદાઓ લગાવે છે, કુંભીપાકમાં રોધવામાં આવે છે, કરવતથી વેરવામાં આવે છે અને કાદંબરી અટવીની રેતીમાં જાણે એ ચણા હોય તેમ તેઓને શેકવામાં આવે છે. પરમાધાભી દે અથવા અત્યંત અધમ અસુરો આ નારકીના જીવોને એવી એવી કદર્થનાઓ કરે છે, એટલે ત્રાસ આપે છે અને એટલી હેરાનગતી કરે છે કે તેની હકીકત સાંભળતાં કે જોતાં મનમાં મોટે ત્રાસ થયા વગર રહે નહિ. એ અસુરોનો આનંદ જ નારકીના જીવોને દુ:ખ દેવામાં છે અને તે કાર્યને તેઓ સારૂં માને છે.
એ પાપિપંજર પિટાનગરમાં સાત પાડાઓ (નર)-વિભાગછે એમાંના પ્રથમના ત્રણ પાડાઓનાં (પ્રથમની ત્રણ નારકીમાં) ઉપર જણાવ્યું તેવા પ્રકારે અનેક દુઃખો પરમાધામી દેવો-અસુરો આપે છે; એ ઉપરાંત વળી એ ત્રણે પાડાઓમાં જીવો અરસ્પરસ એક બીજાને ઘણું જ દુઃખ આપે છે, કદર્થના કરે છે, મારે છે, કુટે છે અને લડાલડી કર્યા કરે છે, ચોથા પાંચમા અને છઠ્ઠા પાડાઓમાં પરસ્પર કરેલી પીડા થાય છે અને સાતમા પાડામાં વજના જેવા કાંટા તેઓને ભેંકાય છે. વળી એ ઉપરાંત નારકીના પ્રાણીઓ ભૂખથી સતત હેરાન થયા કરે છે, તરસથી પીડા પામ્યા કરે છે, ઠંડી એવી સખ્ત હોય છે કે તેનાથી તદ્દન લાકડા જેવા થઈ જાય છે અને તેની વેદનાથી તેઓ તદ્દન ગભરાઈ જાય છે, મુંઝાઈ જાય છે, ગાંડા ઘેલા થઈ જાય છે, ક્ષણવારમાં તદ્દન પ્રવાહી જેવા પોચા થઈ છે, ક્ષણવારમાં તદ્દન હાલે ચાલે નહિ તેવા સ્થિર થઈ જાય છે, ઘડિમાં શરીરથી તદ્દન જાણે છૂટા પડી ગયેલા જણ્ય છે અને ક્ષણવારમાં પાછા શરીર સાથે એકમેક થઈ જાય છે. તેઓનાં શરીર પારા જેવા હોવાથી તેઓ આ સર્વ સ્થિતિ અનુભવે છે, પણ મરી જતા નથી. વૈક્રિય શરીરને લઈને એમ થાય છે. અનેક પ્રકારની વિક્રિયા કરી શકે એવું તેમનું શરીર હોય છે. એ પાપિપજર નગરમાં રહેનારા લેકને એટલી પીડા થાય છે કે તેનું વર્ણન કરવાને બૃહસ્પતિ પણ શક્તિમાન થઈ શકે નહિ. આ પાપિપજર નગર છે તે માત્ર દુઃખમય છે, દુઃખથી ભરપૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org