________________
૧૦૩૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ તેઓ બાર્હસ્પત્ય પણ કહેવાય છે.) ભાઈ! ચાકે માને છે કે નિ વૃતિનગરી જ નથી. તેઓ કહે છે કે મોક્ષ નથી, જીવ નથી, પરલોક નથી, પુણ્ય નથી, પાપ નથી વિગેરે. ત્યારે છે શું? માત્ર પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ-એ ચાર તો છે. એ ચાર તોના સમુદાયમાં જ શરીર, ઇંદ્રિય, વિષય એ સંજ્ઞા છે. જેમ મઘના અંગોમાં રહેલી મદશક્તિ તે સઘળાં અંગે એકઠા થવાથી પ્રકટ થાય છે તેમ એ ચારે ભૂતના સંયોગથી દેહરૂપ જે પરિણતિ તેમાં ચૈતન્ય પેદા થાય છે. તથા જળમાં જેમ પરપોટા ઉત્પન્ન થાય છે (અને પાછા પાણીમાં જ સમાય છે) તેમજ ભૂતસમુદાયમાંથી ચૈતન્ય (જેને જીવ કહેવામાં આવે છે તે) ઉત્પન્ન થઈ ભૂતમાંજ વિલય પામે છે.
પ્રવૃત્તિ અને નિવૃતિથી સાથે જે પ્રીતિ તે પુરૂષાર્થ. એ પુરૂષાર્થ તે એક “કામ” જ છે, પરંતુ અન્ય ક્ષાદિ નથી. આ ઉપરથી જોયું હશે કે પૃથ્વી જળ અગ્નિ અને વાયુ એ ચાર સિવાય અન્ય કે તત્ત્વ નથી માટે દષ્ટ એટલે પ્રત્યક્ષ અનુભવાતાં આ લોક સંબંધી વિષયાદિ સુખનો ત્યાગ કરી નહિ દેખેલાં એવાં (અદૃષ્ટ) પરલેકનાં સુખ જે તપશ્ચરણ આદિ કણકિયાસાધ્ય ગણવામાં આવે છે તેમાં પ્રવૃત્તિ કરવી તે યોગ્ય નથી.
આ મત પ્રમાણે પ્રત્યક્ષ એકજ પ્રમાણ છે. આ પ્રમાણે લેકાયત મતને સંક્ષેપ કર્યો.
મીમાંસક, ભદ્ર! મીમાંસકોને માર્ગ આ પ્રમાણે છે –
અતીન્દ્રિય પદાર્થને સાક્ષાત્ જેનાર કેઈ સર્વજ્ઞ નથી માટે નિત્ય ( સદાકાળસ્થાયી) વેદવાક્યોથી યથાર્થપણુને નિશ્ચય થાય છે; તે પ્રથમ વેદપાઠ કરો. ત્યાર પછી ધર્મ સંબંધી જિજ્ઞાસા કરવી (એટલે કે ધર્મ અતીન્દ્રિય તે ક્યા પ્રમાણુથી જાણી શકાશે એવા પ્રકારની ધર્મસાધનના ઉપાયભૂત ઈચ્છા કરવી). ત્યાર પછી તેના નિમિત્તની પરીક્ષા કરવી. નોદના (પ્રેરણું) તે નિમિત્તે જાણવું. કહ્યું છે કે જોનાસ્ત્રોડથ ધર્મ નેદનાલક્ષણ અર્થ તે ધર્મ જાણ. નોદના એટલે ક્રિયામાં પ્રવૃત્તિ કરાવનાર વેદવાક્ય. જેમકે “જેને સ્વર્ગની અભિલાષા હોય તે અચિત્ર હમ કરે વિગેરે.
૧ અહીં મૂળમાં કાંઇ અશુદ્ધિ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org