________________
પ્રકરણ ૨૨] વામદેવના હાલહવાલ.
૧૩૩૮ વાત તે એ કરી કે આ સર્વ પ્રાગ તેના ઉપર ગોળીઓ આપીને કરવામાં આવ્યા અને તેને જે નાટક કરવા પડતાં હતાં તેનું કારણ તે ગેળીઓ હતી. હવે એક તે ગોળીની શક્તિ કેટલી? અને વળી તે આપનાર તેની જ પની!! આ તે બધી વાત તદ્દન વિરૂદ્ધ, ન સમજાય તેવી અને કલ્પિત જેવી લાગે છે.
આ પ્રમાણે તેની વાતમાં વિચિત્રતા લાગે છે. હવે જે તે પુરૂષ હોય તે તેની સ્થિતિ અનંત કાળ સુધી એવી જ રહેશે? અથવા શું આ ચોર આગળ જતાં અજરામર પણ થશે ખરે? ત્યારે એ કાળસ્થિતિ કેણુ? અને આ ભવિતવ્યતા નામની સ્ત્રી કેશુ? એ બાઇ તે ભારે જબરી! એ તો વળી પોતાની સ્ત્રી થઈને પોતાના જ પતિને આવી રીતે રખડાવ્યા કરે છે એ તો તદ્દન નવાઈ જેવું-ન બનવા જેવું લાગે છે. વળી એ સ્ત્રી વારંવાર મહા વીર્યવાળી ગોળીઓ તૈયાર કરીને આપે છે એટલે શું? એ ગોળીના પ્રતાપથી આ પ્રાણી એકને એક જ હોવા છતાં અનંત પ્રકારનાં રૂપ ધારણ કરતા હતા તેવી તે ગોળી કઈ? અને તે આપવાનું કાર્ય ભવિતવ્યતાથી કેવી રીતે બની શક્યું?
(વળી ભવ્યપુરૂષ આગળ વિચાર કરે છે કે, આ વાર્તામાં તે અનેક નગરો આવ્યાં, અંતરંગ મિત્રો આવ્યા, સગાસંબંધીઓ આવ્યા અને અનેક નામો આવ્યાં તે કોણ હતા એને મારાથી નિશ્ચય થઈ શકતો નથી, અને તે આ સંસારીજીવે જે પોતાનું ચરિત્ર કહ્યું છે તે ઉંઘમાં આવેલ સ્વમ જેવું અથવા તે કઈ સિદ્ધ પુરૂષે પાથરેલ ઇંદ્રજાળ જેવું કપોળકલ્પિત જણાય છે, કોઈ પ્રતિભાવાળો પુરૂષ પોતાના મગજમાંથી અદ્દભુત-અસંભવિત ચરિત્ર લેકરંજન કરવા જોડી કાઢે તેવું આ સર્વ મને તે લાગે છે; પરંતુ અહીં આ પ્રજ્ઞાવિશાળા બેઠેલી છે તેના મુખનો રંગ જોતાં તે આ સર્વ વાર્તા બરાબર સમજી હોય એમ લાગે છે. વળી આ સંસારીજીવનું ચરિત્ર પ્રજ્ઞાવિશાળાએ અગાઉ પણ મને સહજ બતાવ્યું હતું, પરંતુ અત્યારે એ હકીકત મને વીસરી ગયા જેવી થઈ છે. હવે અત્યારે જે હું કોઈ સવાલ કરીશ તે અહીં બેઠેલ અગૃહીતસંકેતા વિગેરે જાણશે કે હું તદ્દન સમજણ વગરને છું તેથી હાલ તે એ ચોર જે વાત કરે તે સાંભળું, એ વાત
૧ અહીં પ્રસ્તાવ ૪ ના પ્ર. ૧૧ માં પ્રજ્ઞાવિશાળાએ કરેલ અર્થયાજનાનો નિ હોય એમ લાગે છે. અથવા પ્રસ્તાવ બીજામાં ચરિત્રની શરૂઆત થતો પડેલા પ્રજ્ઞાવિશાળાએ બતાવેલી ચતુરાઈ અને બજારની વાર્તાને નિર્દેશ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org