________________
૧૪૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
આળક રડતા હોય ત્યારે તેની માતાને કહેવું કે બાળકને ધવરાવી મને ભીક્ષા આપે। અથવા મને જલ્દી ભીક્ષા આપી દા, અને આળકને ધવરાવે. અથવા હું બીજે ફરી આવું છું, તમે બાળકને ધવરાવી લેા, પછી મને ભીક્ષા આપશે. આવી રીતે પોતે જ ધાત્રીપણું કરવા લાગી જાય તે દોષ. સ્તનપાન કરાવવાને ઉપદેશ આપવા, પુત્ર તરફે રાગ અતાવવા, આાળકની માતાને સારૂં લાગે તેવું ખેલવું વિગેરે થયા પછી તેના ઘરની ભીક્ષા આવે તે તે ધાત્રીપિંડના દોષવાળી થાય. વળી એક ધાત્રીને નાફરીમાંથી ફારેક કરાવી ત્યાં પેતાને અનુકૂળ ધાત્રીને રખાવી આપવી, તે માટે ઘાલમેલ કરવી કે કાવાદાવા કરવા વિગેરે ધાત્રીકરણ દાષમાં આવે છે.
ધાત્રીકર્મ કરવાથી, તેના ઉપદેશથી, તેના હેતુ ઊભા કરવાથી અને તે આમતમાં ભાગ લેવાથી ધાત્રી પિડ થઈ જાય છે. ઉપરની ખામત પાંચે પ્રકારની ધાત્રીને-ધાત્રીકરણને અને ધાત્રીના હેતુને લાગુ પડે છે. આમ કરવાથી આધામ, વર્ઝનમાં શંકા, દ્વેષ અને કલહ વિગેરે અનેક દાષાત્પત્તિના સંભવ રહે છે.
૨. ‘દૂતી પડ’, સંદેશા લઇ જવાનું કાર્ય તે દૂતી. ' દૂતી સંબંધી કાર્ય કરી જે પિંડ ઉપાર્જન કરવામાં આવે તે ‘દૂતીપિંડ’ કહેવાય છે.
દૂતી એ પ્રકારે હાઇ શકેઃ સ્વગ્રામમાં અને પરગામમાં એ પ્રત્યેકના બે ભેદઃ પ્રગટ અને પ્રચ્છન્ન.
પ્રચ્છન્નના બે ભેદ છે:
Jain Education International
લેાકેાત્તર વિષયા ’–સાથેના સાધુથી જે વાત છૂપી રાખવામાં આવે તે.
‘લાકલાકાત્તર વિષયા’–સાથેના સાધુ અને પાસેના ખીજા મનુષ્યાથી જે વાત છૂપી રાખવામાં આવે તે. પ્રગટ-ભીક્ષા લેવા જનાર મુનિ વિશેષ લાભની આકાંક્ષાથી તેજ ગામના બીજા મહેાલ્લામાં અથવા પરગામમાં માતા વિગેરેના સંદેશા પુત્રી વિગેરેને સર્વ સાંભળતાં કહે તે પ્રગટ સ્વગ્રામ અથવા પ્રગટ પરગ્રામ દૂતીપિંડ કહેવાય. પ્રચ્છન્ન પણ એ જ રીતે સ્વગ્રામ પરગ્રામને અંગે સમજી લેવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org