________________
પરિશિષ્ટ જ.
૧૪ર૭
પીડા થાય. બાળકની ચેાગ્ય જતના થાય તેા ભિક્ષા કલ્પ્ય થઇ શકે છે.
(ર) ‘ષટ્કાય સંઘટ્ટવાળી’. હાથ, પગ અથવા શરીરના કોઇ પણ અવયવે છકાયને! સંઘટ્ટ હાય, અખાડે ફૂલની વેણી હાય, માથામાં ફૂલ હાય, માલતીમાળા ઉરસ્થળે હાય, કાનમાં જપાકુસુમ હાય, પગે જલણ લાગેલ હાય તેવી દાયકા પાસેથી ભિક્ષાન કલ્પે, સંઘટ્ટદોષને
સંભવ છે.
(૨૮) ‘વિરાધક દાતા’. કાશથી જમીન ખોદતા, જળથી વસ્ત્ર ધાતા, ધમણ ચલાવતા, અગ્નિ ફૂંકતા, વનસ્પતિ કાપતા તાડતા, માકડ માંચીમાંથી કાઢતો આપનાર હાય તેની તે વખતે અપાતી ભિક્ષા અકલ્પ્ય છે.
(૨૯) ‘સપ્રત્યપ્રાયા’. અહિત ફળવાળી ઉપાધિનેા જ્યાં સંભવ હોય તેવા દાતા. કાઇપણ પ્રકારની પીડા થવાનેા સંભવ હાય, ગાય મારે તેવું હોય, સર્પ કરડે તેવું હાય, ઉપરથી કાષ્ટ વિગેરે પડયાને સંભવ હોય. આ ઉપરાંત દાતાર તરફથી થનાર અપાયની સંભાવના કરી લેવી.
આવી રીતે દાતારના ખીજા ઘણા ભેદો છે, જ્યાં જીવવધની સંભાવના હાય, સંઘટ્ટદેષ સંભવિત હાય, ત્યાં દાયકદોષ થાય છે એમ બુદ્ધિમાને સમજી લેવું.
૭. ઉન્મિશ્ર ઢાપ:’ સચિત્તની સાથે મળેલ વસ્તુ. ઘેાડી શુદ્ધ વસ્તુ હાય તેમાં થોડું સચિત્ત મિશ્ર કરી દે, ભક્તિથી વિરોધીપણાથી અથવા અનાભાગથી તેમાં સચિત્તના દોષ ઉત્પન્ન કરે એ ઉન્મિત્ર દોષ. સંહરણ દોષ ઉપર કહ્યો તેમાં ન દેવાની વસ્તુ હરણ કરીને દે અને અહીં મિશ્ર કરે એ તફાવત છે. ૮. ‘અપરિણત ઢાષ” અપરિણત એટલે અપ્રાશુક. સામાન્યથી એના એ પ્રકાર છે: 1. દ્રવ્યથી; ૨. ભાવથી. એ પ્રત્યેકના એ બે પ્રકાર છેઃ ૧ દાતુવિષયક, ૨ ગૃહીતવિષયક.
Jain Education International
૧ ‘દ્રવ્યથી’પ્રકાર વિચારીએ. પૃથ્વીકાય સજીવ હાય ત્યાં સુધી તે અપરિષ્કૃત કહેવાય અને જીવમુક્ત થાય ત્યારે પરિણત કહેવાય. તેમજ બીજા જીવાને અંગે સમજવું,
For Private & Personal Use Only
www.jainelibrary.org