________________
ચરિત્રે ] શ્રી સિદ્ધાર્થ પ્રબન્ધ.
૧૪૪૯ ઈએ.” પર-પ૭. ઉપર પ્રમાણે ગુરૂમહારાજનાં વચન સાંભળીને સિ કહ્યું “મહારાજ! મારા જેવા વ્યસની માણસે (કેવા હોય છે તે આપ વિચારે, તેઓ વ્યસનના ગુલામ હોય છે, તેઓ)નાં કાન હોડ નાક હાથ અને પગ કપાઈ ગયેલાં કે કપાવાનાં હોય છે, ભીખ માગીને કે તેવી રીતે પોતાનાં ઉદરનો નિર્વાહ કરનારા હોય છે અથવા ચોરી કરીને પેટ ભરનારા હોય છે, એમને રાત્રે સુવાની જગ્યાનું પણ ઠેકાણું હોતું નથી, એનો પિતાનાં માણસે (સગાંસંબંધીઓ) પણ વારંવાર તિરસ્કાર કરતા હોય છે–પ્રભુ ! આવી અવસ્થામાં સબડનારાને શું સંયમ મુકેલ પડે? ખરેખર, એ સંયમ આખી દુનિયાને નમસ્કાર કરવા યોગ્ય છે. તે હવે આપશ્રી મારા માથા ઉપર હાથ મૂકે." ૫૦-૬૦. ( ગુરૂએ ઉત્તરમાં કહ્યું, “કેઈએ અમને નહિ આપેલ અમે કાંઈ લેતા નથી, માટે તું અહીં એક દિવસ સ્થિર રહે, રાહ જો, જેથી અમે તારા પિતાને ખબર આપીએ, જાણ કરીએ.” ૬૧ “આપશ્રીનો હુકમ મારે પ્રમાણે છે, માન્ય છે” એમ કહીને (સિદ્ધ) ત્યાં સારી રીતે રહ્યા એટલે આવા સારા શિષ્યનો લાભ થવાથી સૂરિમહારાજને ઘણે આનંદ છે. દર, હવે અહીં (શેઠને ઘેર ) શુભકર શેઠે સવારના પહોરમાં પુત્રને સાદ કર્યા–બોલાવ્યો અને જ્યારે વળતો જવાબ ન મળ્યો ત્યારે તેઓ ગભરાણું, વળી તેમણે પોતાની પતીને પડી ગયેલાં મોઢાવાળી જોઈ ત્યારે તેમને વધારે ભય લાગે. ૬૩. “આજે રાત્રે સિદ્ધ કેમ આવ્યો નથી ?” આ પ્રમાણે જ્યારે તેને (લક્ષ્મીદેવીને) સવાલ પૂછવામાં આવ્યું ત્યારે લાજથી તેનું માથું નીચું ઢળી ગયું અને જવાબમાં બોલી કે “જુગારની બાબતમાં શિખામણ આપતાં છેક ચાલ્યો ગયો છે.” ૬૪. શેઠે પોતાના
૧ ગુરૂ મહારાજે મુદ્દામ રીતે સાત મુશ્કેલી બતાવીઃ ૧ બ્રહ્મચર્ય, ૨ કાપોતિકાવૃત્તિ, ૩ કેશને લોચ, ૪ સંયમ, ૫ નીચનાં વચન, ૬ ત૫, ૭ પારણે ગમે તે મળે. આનાં પ્રત્યેકનાં જવાબ આ ઉત્તરમાં આવી જાય છે. ૧ રખડુને સુવાનું જ સ્થાન તથી, ૨ રખ ને ભીખથી કે ચોરી કરીને ઉદરનિર્વાહ કરવો પડે છે. ૩ નાક કાન કપાય તેથી લોચ આકરા નથી, ૪ હાથપગ બંધાય તેથી સંયમ આકરો નથી. ૫ નીચનાં વચને કરતાં પોતાનાં ઘરનાં અપમાન કરે તે વધારે આકરી વાત છે, ૬ ખાવાનું ઠેકાણું નથી ત્યાં તપની વાત જ શી ? અને ૭ ભજનનાં જ વાંધા ત્યાં સ્વાદિષ્ટ અસ્વાદિષ્ટનો સવાલ જ કયાં રહે છે કે આમાં વિચારવાનું એ છે કે દુનિયાની નજરે લહેર માણનારાઓ સાધુથી ઓછું દુઃખ વેઠતાં નથી. સાધ્યમાં ફેર તેથી ફળમાં મેટે તફાવત પડે છે.
૨ માથા ઉપર હાથ મૂકો એટલે દીક્ષા આપવી, ઉપકાર કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org