Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 804
________________ ચરિત્ર) શ્રી સિદ્ધર્ષિપ્રબન્ધ. 145 ખર, જે ખરાબ શુકન અગાઉ થયા હતા તેને આ મુખભાગ (ખ-શરૂઆત) જણાય છે. મને ચોક્કસ લાગે છે કે તીર્થંકર મહારાજની વાણી કદિ પણ ઉલટી થતી નથી. ખેટી પડતી નથી. ખરેખર, આવો સારે શિષ્ય અને સારી રીતે તૈયાર થયેલા વિદ્વાન્ પારકા શાસ્ત્રમાં લેભાઈ–લલચાઈ ગયે તેથી મને એમ લાગે છે કે અમારા ગ્રહો જ નબળા છે. હવે તે કઈ પણ ઉપાયે તેને બંધ કરવો જોઈએ, ઠેકાણે લાવ જોઈએ અને તેમ કરવાથી તેને જે અમારા ભાગ્યને યોગે બંધ થઈ શકશે તો તે વાત બહુ સારી થશે. અત્યારે બહુ બોલવાથી શું? 211-23, ઉપર પ્રમાણે પોતાનાં મનમાં વિચાર કરીને ગુરૂમહારાજે સિદ્ધને પિતાના આસન ઉપર બેસાડયો અને તેને ચિત્યવન્દન સૂત્ર ઉપર રચેલી (શ્રી હરિભદ્રસૂરિકૃત) લલિતવિસ્તરા નામની ટીકા આપી અને બેલ્યા કે “અમે જરા દેરાસરે નમસ્કાર (વંદન) કરી આવીએ ત્યાં સુધી તું (બેસ અને) આ ગ્રંથ જેઈ જા-આ પ્રમાણે કહીને ગુરૂમહારાજ બહાર ગયા. 124-25, મહાબુદ્ધિવાનું સિક્કે ત્યાર પછી તે ગ્રંથ જોતાં વિચાર કર્યો કે અહો! વિચાર કર્યા વગર કેવા ખોટા કામનો મેં આદર કરી દીધો છે? મારા જે આવું વિચાર વગરનું કામ કરનાર તે બીજે કશું હોય? પિતાના સ્વાર્થને હાનિ કરે તેવાં પારકા વચનથી તે કાણુ લેવાઈ જાય? કાચના કટકાથી રતને તે કેણુ ખોઈ બેસે? ખરેખર, એ મહાન લક્ષ્મીમાન શ્રી હરિભદ્ર પ્રભુ મારા ખરેખર ઉપકારી છે કે જેઓશ્રીએ મારે માટે જ એ ગ્રંથ પણ લખી રાખે છે. 126-28 આચાર્ય હરિભદ્ર મારા ધર્મનો બોધ કરનાર ગુરૂ છે (ધર્મબોધકર છે)' અને પ્રથમ પ્રસ્તાવમાં એ વાત ભાવથી મેં દાખલ કરેલી છે. 129 જેઓ 1 જુઓ ઉપર શ્લેક 105. 2 કુલઃ એટલે ઘર, રહેઠાણ અથવા મુખભાગ સમીથીન અર્થ છે. 3 લલિતવિસ્તરવૃત્તિ આ હરિભદ્રસૂરિને ગ્રંથ છે. શેઠ દેવચંદ લાલભાઈ સીરીઝમાં પ્રગટ થયેલ છે. એના સંબંધમાં ઉપઘાત જુઓ. 4 126-174 લોકો સાથે જ છે પણ એ પ્રત્યેકના શબ્દાર્થપર ઘણી ટીકા કરવાની છે તેથી અથમાં તેની પ્રત્યેકની સંખ્યા જરૂર પ્રમાણે બતાવી છે. 5 પ્રથમ પ્રસ્તાવના ધર્મબોધકર રસોડાપતિ. આમાં ભાવથી વિગેરે શબ્દપર ઘણી ચર્ચા છે તે ઉપધાતમાં જુએ. 6 આ શ્લોક સાથે શ્રી સિદ્ધાર્ષિના સમયની ઘણી ચર્ચા છે તે માટે ઉપદુધાત જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 802 803 804