Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 802
________________ ૧૪૫૫ ચરિત્રે] શ્રી સિદ્ધર્ષિપ્રબન્ધ. (હેત્વાભાસોમાં) ચિત્ત કદાચિત ઓળાઈ જાય છે અને એના આગમના જેઓ અથી થાય છે તે કઈ કઈ વાર પોતાના સિદ્ધાન્તને પછી વિસારી મૂકે છે. અત્યાર સુધી તે જે પુણ્ય એકઠું કર્યું છે તે સર્વને તે નાશ કરી દઈશ અને એમ ચોક્કસ થશે એમ નિમિત્તજ્ઞાનથી મારું માનવું થાય છે, તેટલા માટે તું એ વાત પડતી મૂક. હવે જે તારા મનમાં જવાની બાબતમાં અભિમાન જ હોય અને તેમાં ફેરફાર થઈ શકે તેવું ન જ હોય તે અમારા વ્રતોને સૂચવનાર તારી પાસે અમારૂં રજોહરણ છે તે પાછું સોંપી જવા સારું તું એક વખત મારી પાસે પાછો આવીશ એટલું વચન તું મને આપ.” મનમાં અત્યંત દુઃખપૂર્વક આ પ્રમાણે બોલીને ગુરૂમહારાજ મૌન ધારણ કરી રહ્યા. ૧૦૨-૭, પોતાના બન્ને કાનની આડા હાથ દઈને સિદ્ધ બોલ્યા અરે પાપ શાંત થઈ જાઓઅપમંગળ દૂર થાઓ ! આવો (આપે કહો તેવો ) કરેલ ગુણને ન જાણનારો તે કેણ હોય? જેણે પોતાની જ્ઞાનમય આખો ઉઘાડી તે ધૂમાડા જેવી પારકી વાણીથી તે વળી કાંઈ બગાડે ખરે? કઈ રાજીખુશીથી તેને ખરાબ કરે ખરો? અને મારા નાથ ! આપશ્રી છેલ્લું વચન શું બોલ્યા? મારે માટે કેમ બોલ્યા? ક કુળવાન માણસ પોતાની ગુરુપરંપરાનો ક્રમ છેડી દે તજી દે? (છતાં) ધારાના ઉપયોગથી જેમ માણસ ગાડો થઈ ભ્રમમાં પડી જાય છે તેમ મારું મન પણ ભમી જાય, ઘેરાઈ જાય તે પણ આપસાહેબનો હુકમ હું ચેકશ ઉઠાવીશ, અમલ માં જરૂર મૂકીશ.” ૧૦૮-૧૧ (ભે એમ સાંભળ્યું છે કે બૌદ્ધોનાં શાસ્ત્રો ભણવામાં ઘણું મુશ્કેલ છે, તો એ રાજમાર્ગે મારી બુદ્ધિનું પ્રમાણુ હું મેળવીશ.)* ઉપર પ્રમાણે જવાબ આપીને સિદ્ધ ગુરૂમહારાજને નમ ૧ હેત્વાભાસે. હેતુ જેવા દેખાય છે. વિગત માટે માટે જુઓ સદર પરિસર શિષ્ટ પૃષ્ટ, ૧૩૬૭. ૨ અવલેપ. નો અર્થ લેપ, ગર્વ થાય છે. આગ્રહ પણ ગ્ય લાગે. ૩ રજોહરણ. સાધુ ઓધા રાખે તે આનો અર્થ તેઓ broom કરે છે, વાંચનારને તેથી ઝાડુ એ ખ્યાલ થાય છે જ્યારે એ પ્રોફેસર ઓઘો જુએ છે ત્યારે આશ્ચર્યચકિત થાય છે. જેને સાવૃનું આ રહરણ ખાસ જેવા યોગ્ય છે. ૪ આંખ ઉઘાડી તે મારાથી આવી જાય, બાબડી જાય, અંધ થઈ જાય. પરોક્તિ-પારકાના દેવાભાસને અત્ર ધમ સાથે સરખાવ્યા છે. ૫ ધરે કરી છે, પીવાથી કે ખાવાથી માણસને થોડા વખત માટે ગાંડ બનાવી દે છે, તેની અસર દરમ્યાન પ્રાણી પોતાના મન પર અને શરીર પર કાબુ ખેઇ બેસે છે. ૬ આ લોટ ઘણી પ્રતિમા નથી. મને તે છાપલી પ્રતમાંથી મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 800 801 802 803 804