________________
૧૪૫૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક સ્કાર કર્યો અને પિતાની ઈચ્છા હતી તે પ્રમાણે કે ન ઓળખે તે વેશ લઈને મહાબોધિ નામના બૌદ્ધોના નગરે પોતે ગયા. ૧૧ર, અત્યંત તીવ્ર બુદ્ધિવાળા એણે (સિદ્ધે) અભ્યાસ કરવા માંડે એટલે બહુ થોડી મહેનતે જે શાસ્ત્રો મેટા મોટા વિદ્વાનોને પણ સમજવા મુશ્કેલ પડે તે એણે તૈયાર કરી લીધા જે હકીકતથી તેઓને (બૌદ્ધ લેકેને ) ઘણી નવાઈ લાગી. ૧૧૩, તેને પોતાના વર્ગમાં દાખલ કરવાને તેઓને પ્રપંચ પણ ભારે ઊંડે અને આરે હતો. અધકારમાં અજવાળું કરનાર રતને પ્રાપ્ત કરીને કહ્યું એવો હોય કે જે મધ્યસ્થ ભાવ ધારણ કરીને મુંગે બેસી રહે? ૧૧૪, તેને ઊંચી પાયરીએ ચડાવવાનાં અને તેને લેભ (ambition) વધારે તેવાં વચનોનાં પ્રપંચથી માયાજાળથી જેમ માછીમારે માછલાંઓને પાણીમાંથી બહાર આવવા લલચાવે તેમ તેઓએ તેને લાલચમાં નાખે. ૧૧૫, ધીમે ધીમે તેની મનવૃત્તિ એટલી બધી ભમી ગઈ કે તે જૈન માર્ગ તરફ તદ્દન ધ્યાન વગરનો થઈ ગયો અને તેની (બૌદ્ધ મતની ) દીક્ષા તેણે અંગીકાર કરી. ૧૧૬, હવે એક વખત જ્યારે તેઓ (બૌદ્ધો) તેને (સિને) ગુરૂના પદ પર સ્થાપન કરવા ઉઘુક્ત થયા ત્યારે તેણે કહ્યું કે “ખરેખર, મારે એક વખત મારા (પૂર્વના) ગુરૂમહારાજને જરૂર મળી આવવું જોઈએ કારણ કે એ પ્રમાણે કરવાનું મેં તેઓશ્રીની પાસે સ્વીકારેલું છે અને જે માણસ પોતાની લીધેલ પ્રતિજ્ઞા પાળનારે હોય તે પિતાના આપેલા વચનને કેમ ત્યાગ કરી શકે? તેટલા માટે મને ત્યાં મોકલી આપે.” ૧૧૭-૧૮ બૌદ્ધોના મતમાં પણ લીધેલ પ્રતિજ્ઞાને પાળવી તે ઘણું સારું છે એમ માનીને તેઓએ તેને (સિદ્ધને) મોકલી આપે. તે પણ પિતાના અસલના ગુરૂમહારાજની પાસે આવી પહોંચે. ૧૧ ઉપાશ્રયે આવી પહોંચતાં એણે પિતાના ગુરૂમહારાજ (ગર્ગાર્ષિ)ને સિંહાસન પર બેઠેલા જોયા એટલે પોતે બોલ્યા કે “આપ આટલા ઊંચે બેઠા છે તે સારું લાગતું નથી–” આ પ્રમાણે બેલીને સિદ્ધિ મૌન રહ્યા ૧૨૦, ગર્ગસ્વામીએ વિચાર કર્યો કે-ખરે
૧ વેશ બદલવાનું કારણ એ કે બૌદ્ધ લોકોના વિદ્યાપીઠમાં બૌદ્ધ સિવાય અન્યને દાખલ કરવામાં આવતા ન હોતા, (આ હકીકત છે. જેકોબીના લક્ષ્યમ. આવી જણાતી નથી.).
૨ ગુરૂ મહારાજનું વ્યવહારકુશળપણું, નજરે જોવાથી નિર્ણય કરવાની શક્તિ, અભિમાન વૃત્તિને ત્યાગ, શાસનની દાઝ અને સમયસૂચકતા જેવા યોગ્ય છે, આવા આચાર્યોના હાથમાં શાસનની લગામ શોભે.
૩ અથવા બીજો અર્થ એમ પણ થાય છે કે “ આપ તે ઊંચા સ્થાનકે જ સારા છે, છો-મતલબ આપ દૂરથીજ નમસકાર કરવા યોગ્ય છે. તુઓ ઉપર લેક ૧૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org