________________
૧૪૫૩
ચરિત્રે ]
શ્રી સિદ્ધહિઁપ્રમન્ધ.
એકાગ્રતા કરીને વાણીનેા ભર સર્વજ્ઞ જેવા ખતાબ્યા ૮૮. એમના ગુરૂભાઇ દાક્ષિણ્યચંદ્ર નામના હતા જેણે શૃંગારરસથી ભરપૂર કુવલયમાળા નામની કથા બનાઘ્રી. ૮૯. સિદ્ધના કરેલા ગ્રંથના સંબંધમાં તેણે ( દાક્ષિણ્યચંદ્રે ) વક્રોક્તિ કરતાં કહ્યું કે “ એવી રીતે લખેલા આગમના અક્ષરે ફરી વાર લખી જવાથી શું નવા ગ્રંથ બની શકતા હશે ? આ દુનિયામાં તે શ્રીસમરાદિત્ય ચરિત્ર' ખરૂં શાસ્ત્ર કહેવાય, જેના રસના ઉછાળામાં લેવાઇ ગયેલા લોકેા ભુખ કે તરસને પણ જાણુતા નથી. મારી કથામાં તે કાંઇ અર્થ ચમત્કૃતિ છે અને રસની પણ જમાવટ છે અને લખનાર તરીકે તારા ગ્રંથમાં તે તેં માત્ર ભરતિયું જ કર્યું છે, જ્યાં ત્યાંથી કોપી કરીને પાનાં ભર્યાં છે.” ૯૦-૯૨. સિદ્ધ કવિએ તેને જવાબ આપ્યો “ આવું આકરું વચન અમારા મનને જરા પણ અકળાવતું નથી. તમે કહ્યું એવી કવિતા તેા જેઆ નામ લેવાની હદથી પણ ઉપર ગયેલા હોય ( મહાન પૂર્વપુરૂષ હોય) તેમની જ હાઇ શકે. પૂર્વ મહર્ષિઓના કહેલા સમરાદિત્ય ચરિત્રના કવિત્વ સાથે તે સ્પર્ધા-હરીફાઇ કેમ થાય? મારી જેવા મંદ બુદ્ધિવાળાની તેમની સાથે સરખામણી કેમ થાય ? ખજવાની સૂર્ય સાથે સરખામણી કેવી ? ” ૯૩–૯૪. આ પ્રમાણે તેણે ( દાક્ષિણ્યચંદ્રે ) તેના મનમાં ઉદ્વેગ કરાયેા એટલે એ વિદ્વાન માણસે ઉપમિતિ ભવજેકેાખી એને પેાતાના કાકા
૧ ગુરૂભાઇઃ એટલે એક ગુરૂના શિષ્ય. પ્રા. ગુરૂ ( ગુરૂના ભાઇ) કહે છે તે તેમની સમજફેર છે. ૨ કુવલયમાળા કથાઃ આ દાક્ષિણ્યચંદ્રકૃત કુવલયમાળા લક્ષ્ય નથી, ઉદ્યોતનસૂરિની છે. જીએ જૈન ગ્રંથાવળી પૃ. ૨૨-૨૫૦. રત્નપ્રભસૂરિની લભ્ય છે તેનું ભાષાન્તર અમારી સભાએ બહાર પાડેલ છે. ૩ ઉપરના શ્લોકના અર્થ પ્રે. જેકેાખી એમ કરે છે કે કુવલયમાળા ગ્રંથ દાક્ષિણ્યચંદ્રને માટે શ્રીસિદ્ધિએ બનાવ્યેા અને પછી આ શ્ર્લાકને અર્થ બેસતા નથી એમ લખે છે. મને એમ લાગે છે કે દાક્ષિણ્યચંદ્રે ઉપરની ટીકા ઉપદેશમાળા ટીકા માટે કરી હશે. આગમ જેટલું જ માન ઉપદેશમાળાને આપવામાં આવે છે. એની ટીકામાં આગમના અક્ષર ફરીવાર જરૂર આવે. એમ કેમ નવેા ગ્રંથ થાય ? એવી ટીકા કરી જણાય છે.
૪ શ્રીસમરાદિત્ય ચરિત્ર. આ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ‘સમરાઇચ્ચ કહા' માટે જણાય છે. એ અદ્ભુત કથા છે. અને તેના પરથી શ્રી પદ્મવિજયજીએ ગુજરાતી કાવ્ય ‘રાસ' લખેલ છે.
૫ ઉપરને સર્વ સંબંધ દાક્ષિણ્યચંદ્રની ટીકા અને સિદ્ધુને જવાબ ૮૯ માં શ્લાકના કરેલા મારા અર્થે બરાબર હોય એમ સૂચવે છે, એ સિવાય બીજી રીતે વાક્યને મેળ પણ ખાતા નથી. દાક્ષિણ્યચંદ્રે એ વચન પ્રેરણા કરવા કહ્યું કે પેાતાની શ્લાધા કરવા કહ્યું તે વિચારવા ાગ્ય છે.
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org