Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 798
________________ ચરિત્રે 1 શ્રી સિદ્ધાર્થપ્રમન્ય. ૧૪૫૧ છે કે જેને ઇલાજ ન હોય, ઉપાય ન હોય તે તેને ( માર્ગને ) આચરે છે. માટે પિતાજી! આપ હવે મેાહ ન કરે. મારી માતાજીનું વચન હતું કે “ જેના બારણાં આટલી રાત્રે ખુલ્લાં હોય એમ તું જે તેને ત્યાં તું જા એના અર્થ એ થયો કે અમારે શાંત રસવાળાઓની નજીકમાં વસવું એ વાત તેને અનુકૂળ અને સંમત છે. હવે અમારૂં જે વચન છે તેને જે આખા જીવન પર્યંત પાળું તેા મારૂં ખરૂં કુલીનપણું વગર વાંધે ઠેઠ સુધી ચાલુ રહે. માટે પિતાજી! આપ ખરાખર વિચાર કરો.” ૭૨–૭૫. પુત્રના જવાબ સાંભળીને ગભરાઇ–મુંઝાઇ ગયેલા શેઠ ( શુભંકર ) બોલી ઉઠ્યા “ અરે ભાઇ ! તું ખેલે છે તે વાતના તેં જરા પણ વિચાર કર્યો છે? અરે, આ સંખ્યા વગરનું અને ધ્વજથી જાણીતું થયેલું આટલું બધું (મારું) ધન છે તેને સાચૂંક કોણ કરશે? તારા જીવને સુખ ઉપજે તે પ્રમાણે તું ભાગ વિલાસ લહેર કર, તારી ઇચ્છામાં આવે તે પ્રમાણે બીજાને આપી દે, જ્યાં સુધી તું સદાચારને ડીશ નહિ ત્યાં સુધી સારા માણસામાં પણ તું પ્રશંસાને પાત્ર થઇશ. જે ભાઇ ! તારી માતાને તું એકના એક છેકરા છે, તારી સ્ત્રીને કાંઇ છેકરા પણ નથી-એ બન્નેને આધાર બધા તારા ઉપર છે. હવે હું તેા ઘરડોખખ થઇ ગયા છું તેથી મારા ઉપર તા કાઇ કાંઈ ગણતરી ગણે નહિ, ગણી શકે નહિ.” ૭૬-૭૮. ઉપર પ્રમાણે શેઠે ( પિતાજીએ ) કહ્યું એટલે સિદ્ધ જેની સ્થિરતા શમભાવમાં સિદ્ધ થઇ ચૂકી હતી તે એલ્યે! આવી લાલચ ખતાવનારી વાણીથી સયું ! એવી વાણી સાંભળવા માટે મારે કાન છે નહિ, મારે એવી વાણી સાંભળવી જ નથી. મારૂં મન તા હવે બ્રહ્મમાં લીન થઇ ગયું છે માટે આપશ્રી મારા ગુરૂમહારાજને પગે પડીને કહેા કે મારા પુત્રને દીક્ષા આપે.’” ૯૯-૮૦, તેને અત્યંત આગ્રહ જોઇને ૧ પ્રતિકર્મને અર્થે ઉપાય થાય છે. જે પ્રાણીએ ઇલાજ-ઉપાય વગરના હાય, જેઓ અસાધ્ય કાટિમાં ગયા હેય તે એ માગે આચરે છે. એના ઉંડાણમાં બહુ ભાવ છે તે સમજી લેવા. ખ્યાલ કરવાથી બેસી જશે. ૨ જુએ ઉપર લેાક ૩૯, ૩ જુએ અગાઉના કલાક ૧૫ ની નાટ. કહેવાની મતલબ પેાતે કરેડાધિપતિ છે તેનું ધન, ધ્વજને અર્થ પ્રા. જેકેાખી ટ્રેડમાર્ક કરે છે તે સંપ્રદાયના જ્ઞાનને અભાવ સૂચવે છે. ૪ બ્રહ્મઃ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આત્મા. એમાં કર્મની રજ તેને હેાતી નથી ચારિત્રમાં રમણતા હાય છે અને જ્ઞાન દર્શન આદિ અનંત ગુણાને વગર આ રણે આવિાવ હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 796 797 798 799 800 801 802 803 804