Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 797
________________ ૧૪૫૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક મનમાં વિચાર કર્યો કે સ્ત્રીઓ હમેશા ઉપરછલ્લી બુદ્ધિવાળી (ઉડાણવિચાર વગરની) હોય છે. જે માણસ, વ્યસની થયે હોય તે આ કરા-કડવાં વચનને યોગ્ય નથી, એને તો ધીમે ધીમે શિખામણ આપવી જોઈએ. ૬પ, જવાબમાં શેઠે એ બાબતમાં ઉપરથી બેદરકારી બતાવી અને પત્નીને કહ્યું “વહાલી ! તે ઠીક કર્યું ! અમે તે આ બાબતમાં શું બોલીએ ! આ કામ વાણીઆ(વેપારી)ને એ નથી.” ૬૬. ત્યાર પછી શેઠ ઘરની બહાર નીકળ્યા, મનમાં અત્યંત કલેશ પામતા ચાલ્યા, અને આખું ગામ ઢંઢવા લાગ્યા. અહાહા ! પુત્ર ઉપર પિતાને કે મોહ હોય છે! ૬૭, ફરતાં ફરતાં તેણે સાધુએની શાળા (ઉપાશ્રય)માં તેને (પુત્રને) ઉપશમ રસની ઊર્મિઓથી ન્હાઈ ગયેલા અને અત્યાર અગાઉ કઈ વખતે નહિ ધારણ કરેલ આકાર-દેખાવને ધારણ કરતે જે એટલે તેણે (શેઠે): તેને કહ્યું-૬૮, “પુત્ર! શાંત રસવાળાઓ (સાધુઓ)ની નજીકમાં રહેવાની તારી સ્થિતિ હું આજે જોઈ રહ્યો છું તેથી તે છોકરા! સ્વર્ગમાં ગયા વગર સ્વર્ગના સુખને અનુભવી રહ્યો અને જાણે અમૃતથી હાઈ રહ્યો છું. જુગટાના વ્યસનવાળાઓ જેઓ સારા માણસની વર્તનથી તદ્દન દૂર ગયેલા હોય છે (ઉખડી ગયેલા હોય છે, અને કપડાં પણ ગૃહસ્થને ન છાજે તેવાં પહેરનારા હોય છે તેઓની તું સોબત કરતું હતું તે કેતુને જેમ ગ્રહની સોબત થઈ જાય તેવી રીતે મને હૃદયનાં ઊંડાં દુઃખનું કારણું થઈ પડી હતી. ભાઈ! હવે ચાલ ! જે તારી માતા અત્યંત ચિંતાતુર થઈને તારી રાહ જુએ છે. એ કાંઈક મારાં વચનોથી દુભાયેલી છે અને તું ચાલી નીકળ્યો તેથી દુઃખી થયેલી છે.” ૬૯-૭૧ એણે (સિદ્ધે) જવાબ આપ્યો-“હવે ઘરે આવવાની બાબતથી સર્યું! ઘણું થયું ! મારું હૃદય તો હવે ગુરૂમહારાજના ચરણકમળમાં બરાબર પાકી રીતે લીન થઈ ગયું છે. જૈન ધર્મની દીક્ષા ધારણ કરીને હું તે માર્ગ આદરીશ. એ માર્ગ એ ૧ વાણીઆની ધીરજ વિચારવા જેવી છે. આવો વિચાર છતાં એ પિતાની પતીને ખીજ નહિ, ઘરમાં નવ કલેશ કર્યો નહિ, પણ છોકરાને શોધવા નીકળી પડયો. ૨ કેતુ એ એક ગ્રહ છે પણ તે બીજા ગ્રહને પકડે છે ત્યારે હેરાન કરે છે. રાહુ ચંદ્રને ગ્રસે છે, કેતુ બીજા ગ્રહોને પકડે છે. એની નજીકમાં ગ્રહ જાય, એની સંગત કરે ત્યારે દુ:ખ થાય-આવી પ્રાચીન ભૂગાળમાન્યતા છે તે ઉપર આ અલંકાર છે. આટે કહે છે કે એ નવ ગ્રહ છે, એ સૈહિકેય રાક્ષસનું શરીર છે અને તેનું હતું તે રાહુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 795 796 797 798 799 800 801 802 803 804