________________
૧૪૪૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રભાવક
મનમાં ઘણું રાજી થયા અને બોલ્યા કે–અમારે વેશ પહેર્યા વિના અમારી પાસે રહી શકાતું નથી અને તેમ કરવું ( અમારો વેશ પહેરો) તે તારા જેવા જે પોતાની મરજીમાં આવે તે પ્રમાણે ભટકનારા હોય તેને બહુ મુશ્કેલ લાગે છે મુકેલ એટલા માટે લાગે છે કે બીકણ માણસને આકરું લાગે એવું અખંડ બ્રહ્મચર્ય વ્રત તેણે ધારણ કરવું પડે છે; કબૂતરની જેવી રીતે આહારપાણી મેળવવા પડે છે. (એને કાપતિકવૃત્તિ કહેવામાં આવે છે અને એનું બીજું નામ રસમુદાના વૃત્તિ પણ કહેવાય છે); એમાં વળી કેશને (બાલને) લોચ કરવો એ તે ભારે આકરું કામ છે અને આખે શરીરે પીડા ઉપજાવે તેવું છે; એમાં ઇદ્રિને સંયમ પાળવે તે તદન સ્વાદ વગરની અને વેણુ (નદીની રેતી)ના ગોળા વાળવા જેવી બાબત છે; નીચ માણસ હલકાં ભારે જે વચને સંભળાવે છે અને ગામના કાંટાઓ (સાંઢડા) જે બોલે તે સર્વ સહન કરવું પડે છે. ખરેખર, એ દાંતથી લેઢાનાં ચણું ચાવવા જેવી વાત છે. વળી તેમાં બે ઉપવાસ (છઠ) ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) વિગેરે આકરાં તપ કરવાં જોઈએ અને એનાં પારણુમાં પિતાને સ્વાદ ઉપજાવે તેવું કે સ્વાદિષ્ટ ન લાગે તેવું ભોજન જે મળે તેના ઉપર રાગ કે દ્વેષ ન કરો જે
૧ કાપતિક વૃત્તિઃ કબૂતર એક દાણે અહીંથી ખાય છે, બીજો પણેથી ખાય છે, ત્રીજી જગ્યાએ જળ પીએ છે તેમ. એને માધુરીવૃત્તિ પણ કહે છે; મધમાખી કે ભમરી જેમ ફૂલને પીડા ન ઉપજે તેમ તેમાંથી જરા રસ ચૂસે છે, વળી બીજેથી જરા લે છે, એમ સાધુ આહારપાણે માટે ગોચરી કરે છે.
૨૧ળના ગોળા, રેતીના લાડવા વળી શકે જ નહિ, વાળતા ભાંગી જાય. રેતીમાં ચીકાશ જ નથી એટલે લાડ વળે જ નહિ.
૩ દરેક ગામમાં નિંદા કરનારા મમતી સ્વભાવના બીનજવાબદાર રીતે ટીકા કરનારા માણસો હોય છે. જેનું જીવન નકામી કથળી કરવામાં, ગપાટા મારવામાં, લાકડા લડાવવામાં જાય છે. એને “આંકેલા સાંઢડા” કહેવામાં આવે છે. અહીં તેને ગ્રામકંટક કહ્યા છે.
૪ સાધારણ રીતે દીક્ષા લેવા ઉઘુક્ત થયેલાને પ્રથમ સ્થિર કરવામાં આવે છે, પછી મુશ્કેલી પણ બતાવાય છે, પણ તે લેનાર હતાશ ન થઈ જાય તે રીતે. ગુરૂમહારાજ શ્રત ઉપગવાળા હોય ત્યારે તે વ્યક્તિને ઓળખી પીછાની યોગ્ય રીતે કામ લે છે તેને સર્વ નિયમે કેમ ગોઠવવા તેને ખ્યાલ હોય છે. આ નિયમનો ઉપયોગ વ્યક્તિ પરત્વે જૂદી જૂદી રીતે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org