________________
૧૪૪૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક આ “એ તો હું સિદ્ધ છું, સિદ્ધ છું” એટલે માતાએ ખોટ ક્રોધ કરીને અંદરથી જવાબ આપ્યો-“આવા વખત ઠેકાણું વગરના રખડું કેઇ સિદ્ધને હું ઓળખતી નથી. ૩૭. “અરે! પણ અત્યારે હું ક્યાં જઉં?” એમ સિદ્ધે બહારથી કહ્યું એટલે ફરીવાર એ જલદી વખતસર આવી જાય એવા હેતુથી વધારે કડક ભાષામાં માતા ઘરમાંથી બોલી-૩૮, “આટલી રાત્રે જેનાં બારણું ખુલ્લાં હોય એમ તું જે તેને ત્યાં તું જા શું આખી રાત બારણું ઉઘાડાં રખાય !” ૩૯,
ભલે, એમ કરીશ” એમ બોલીને ત્યાંથી સિદ્ધ ચાલે અને ત્યાંથી થઈને અણગારો (સાધુ)નાં બારણું ઉઘાડાં જોઈને તેમને બારણે ગયો. ૪૦, સર્વદા ઉઘાડાં દ્વારવાળા મેટા ઓરડા (હેલ)માં એણે નજર નાખી તો પુણ્યવગરના પ્રાણુઓને (જોવા પણું) દુર્લભ એવા મુનિએ જાદા જુદા પ્રકારની ક્રિયાઓ-અનુષ્ઠાન કરી રહ્યાં હતાં. ૪૧, ત્યાં એણે મહાત્મા મુનિઓને જોયાં કઈ તુર્તમાં જાગેલાં ગુરૂમહારાજ પાસે કાળગ્રહણ લેતા હતા, કે પોતાના અભ્યાસમાં લાગી ગયા હતા, કેઈ ઉત્કટિક આસને બેઠેલા હતા, કે “દવિકાસને બેઠા હતા, કેઇ વીરાસને બેઠા હતા. ર-૪૩, (એવા સાધુઓને જોઈને) એણે (સિદ્ધ) વિચાર કર્યો કે ખરેખર શમ (શાંતિ) રૂપ અમૃ- ૧ માતાનું વાત્સલ્ય મજાનું છે, પણ પુત્રનો સ્વભાવ પારખી શકી નથી એમ જણાય છે.
૨ અણગારઃ એટલે જેને ઘર ન હોય તે. નાસ્તિ If યચ. સાધુનાં દ્વાર એટલે ઉપાશ્રયનાં બારણાં રાત્રે પણ ખુલ્લાં જ રહેતાં. એમાં જોખમ જ હોય નહિ એટલે ચોરને ભંય નહિ. આ વાત વિચારવા યોગ્ય છે.
૩ કાળચહણુઃ ગવહનની ક્રિયામાં સાધુ રાત્રે કાળગ્રહણ કરે છે. એ વેગનું એક વિધાન છે.
૪ ઉત્કટિકાસનઃ ડોક અને પગનાં તળીને યોગ તેમાં થાય છે (યોગશાસ્ત્ર-ચતુર્થ પ્રકાશ, શ્લોક ૧૩૨)
૫ ગેદવિકાસનઃ પગની પાની જમીનને અટકે નહિ ત્યારે ગોદાદિકાસન થાય છે (યોગશાસ્ત્ર-શ્લોક. ૧૩૨)
૬ વીરાસનઃ જેમાં ડાબે પગ જમણા સાથળપર તથા જમણો પગ ડાબા સાથળપર કરાય છે તે વીરાસન (ગશાસ્ત્ર–ચાર્ય પ્રકાશ. ૧૨૬) અથવા અન્યમતે પૃથ્વી પર પગ રાખી, સિંહાસન પર બેસી સિહાસનને ખેસવી લેવું તેને વીરાસન કહે છે. (૧૨૮) પતંજલીના મતે ઊભા રહી એક પગ જમીનપર અને બીજે ઘુટણ સુધી ખેંચી ઊભે રાખવો તે વીરાસન.
૭ દેવતાઓ અમૃતનું પાન કરે છે, મુનિઓ શમરૂપ અમૃતનું પાન કરે છે, દેવતાઓ નિર્જરા (ઘડપણ વગરના) છે, મુનિઓ નિર્જર (વાવડી)માંથી અમૃતપાન કરનારા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org