Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 792
________________ ચરિત્રે] શ્રી સિદ્ધાર્ષિપ્રબન્ધ. ૧૪૪૫ અને વિચારપૂર્વક તરસ સહન કરવા લાગ્યો, ભૂખ સહન કરવા લાગ્યો, ઠંડી ખમવા લાગ્યો, ગરમી ખમવા લાગ્યા; પણ માત્ર એ સાધુ પુરૂષ કે ભલા માણસના વાક્યથી હજુ ડરતો હતે. ૨૫, અડધી રાત્ર (મધરાત) ગયા છતાં પણ એ પિતાને ઘરે આવતો ન હોત. એકલી એની પતી એની રાહ જોઈ રહેતી હતી અને એમ એ બિચારી દરરોજ વાટ જોયા જ કરતી હતી. ૨૬, રાતોના ઉજાગરાથી એની (ધન્યાની) તંદુરસ્તી તદન બગડી ગઈ અને ઘરના કામમાં આખો દિવસ પરેવાયેલી રહેતી હોવાને લઈને એ શરીરે ઘણી લેવાઈ ગઈ. એવી તેની સ્થિતિ થઇ ગઈ હતી તેથી તેની સાસુ (લક્ષ્મી દેવી) આંખમાંથી આંસુ સારતી તેની સાથેના ગાઢ સંબંધને લઈને કર્કશ વાણીએ ડુસકા ભરતી ભરતી તેને (વહુને) એક દિવસ કહેવા લાગી–૨૭-૨૮, “હું બેઠી છું ત્યાં સુધી તારું અપમાન કે તારે તિરસ્કાર કરનાર કોણ છે ? તેથી કંઈ ખોટા સાચા વિકલ્પોથી તું ઘરકામમાં પૂરતું ધ્યાન આપી શકતી નથી એમ જણાય છે. તારા સાસરાજ પણ કામકાજમાં બહુ વ્યાકુળ રહે છે, હમણા તેઓશ્રી દરબારમાંથી આવશે અને પ્રભુપૂજાની સામગ્રી વિગેરે તૈયાર નહિ જુએ તે મારા ઉપર ગુસ્સે થશે; માટે તું મને સાચે સાચું કહી દે, જેથી તને થતી પીડાનો હું એકદમ ઉપાય કરું.” ૨૦-૩૧, ધન્યાએ જવાબ આપો “કાંઈ નથી”_'આ પ્રમાણે કહ્યા પછી સાસુએ બહુ આગ્રહ કર્યો ત્યારે તે બોલી “તમારા પુત્ર અને રધી રાત ગયા પછી બહુ મોડા આવે છે! હું શું કરું ?” ૩૨, પુત્રવધૂની હકીકત સાંભળી સાસુજીએ કહ્યું “અરે! આ વાત તે મને અત્યાર પહેલાં કેમ ન કહી? હું જાતે જ છોકરાને કડવાં અને મીઠાં વચનોથી ઠેકાણે લઈ આવીશ. દીકરી! તું આજે સુઈ જજે, તારા મનમાં જરા પણ ચિંતા રાખીશ નહિ. આજે રાત્રે હું ઉજાગરે કરીશ. અને બધી વાત સંભાળી લઈશ. તું તારા મનમાં જરા પણ અધીરપ રાખીશ નહિ.” ૩૩-૩૪, પુત્રવધૂએ એ વાત કબૂલ કરી. તે રાત્રે સાસુ (લક્ષ્મીદેવી) જરા પણ ઉંઘ લીધા વગર ઘરનાં બારણું :છવાડે રહી. રાત્રિને છેલ્લે પહોરે (ત્રણ વાગ્યા પછી) પુત્ર (સિદ્ધ) આવ્યું. ૩૫, ઊંચે સ્વરે તેણે કહ્યું કે “બારણું ઉઘાડ, બારણું ઉઘાડે” એટલે અંદરથી માતાએ સંભળાય તેવી રીતે કહ્યું “અરે ! આટલી મોડી રાત્રે કોણ આવ્યું છે?” ૩૬, બહારથી સિદ્ધ જવાબ ૧ આર્યસ્ત્રીનું સતીત્વ જોવા લાયક, અનુસરવા લાયક, વિચારવા લાયક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804