________________
ચરિત્રે ]
શ્રી સિદ્ધાંષપ્રમન્ય.
૧૪૪૩
નાખનાર હતા અને જાતે (અપરાધને અંગે) અક્ષમ (ક્ષમા નહિ કરનારા) હતા. ૯. એ રાજાને સુપ્રભદેવ નામના મંત્રી હતેા. એ જગતના (સર્વ લોકેાના) પણ મિત્ર હતા, એ સર્વ વ્યાપારની મુદ્રાના ધારણ કરનારા હતા અને દુર્જન મનુષ્યનાં મુખ ઉપર મહાર છાપ કરનારા હતા ( તેને બંધ કરી દેનારા હતા ). ૧૦. દેવા અને ઉશના એની રાજ્યનીતિ અને વ્યવહારરીતિ જોઇને વિષ્ણુપદનું અવલંબન કરીને તપ કરવા સારૂ આકાશમાં જ રહ્યા છે. ૧૧, એના જાણે બન્ને ખભા હાય તેવા આખી દુનિયાનેા ભાર ઉપાડવાને સમર્થ બે પુત્રો હતા: પ્રથમ મોટા પુત્ર વિખ્યાત ચરિત્રવાળા દ્રુત્ત હતા અને બીજે શુભંકર હતા. ૧૨, પ્રથમ પુત્ર દત્ત જે લક્ષ્મીની આમતમાં ઇંદ્રને મળતા હતા તે પેાતાના ઉપર આધાર રાખનારને લક્ષ્મી સારી રીતે આપનાર હતા, પેાતાનું સંપૂર્ણ ધ્યાન શુદ્ધ ધર્મમાં રાખનારી બુદ્ધિવાળા હતા અને ખરાબ કૃત્યમાં કોઇ પણ વખત પ્રવૃત્તિ કરનારે ન હેાતા. ૧૩, તેના મહેલનાં શિખર ઉપર ફરકી રહેલ કોટિધ્વજની ધાના ઝુંડમાં ઝમકી રહેલી લક્ષ્મી જાણે જળમાંથી જ જન્મેલી હોય તેમ તેની પાસેથી કદિ ચાલી ગઇ જ નહિ, દૂર ગઇ જ નહિ. ૧૪. તેને (દત્તને ) શ્રી માઘ નામના પુત્ર હા–જે ભાજરાજાના બાળમિત્ર હતા, જે કૃતિ કરનારાઓમાં શ્રેષ્ઠ હતા, જે દેવી સરસ્વતીના રથ જેવા હતા, જે વર્તનની ખાખતમાં ચંદન જેવા ( સુવાસિત અને સુંદર, ઘસારા ખાનાર અને શાંતિ કરનાર) હતેા. ૧૫. જેણે (માધ) શિશુપાલવધ નામનું કાવ્ય અનાવીને આ કાળના લેાકેાને સરસ્વતી દેવીના રસના સારાસાર સારી રીતે ચખાડી આપ્યા
૧ રાજાના મંત્રી હેાવા છતાં લેાકેાના મિત્ર હતા, રાજ્ય પ્રજા બન્નેનું હિત કરનાર હતા. આ ગુણ બહુ અલ્પ સ્થાનક સાથે હેાય છે.
૨ વ્યાપારની મુદ્રા Chancellor of Exchequer. વ્યાપારવૃદ્ધિ ઉપર યાન રાખનારા.
૩ ઉશન. શુક્ર. એ ધર્મશાસ્ત્રના કર્તા કહેવાય છે. રાજનીતિ રીતિ જોઈને દેવા અને શુક્રો તે આકાશમાં રહે છે, પૃથ્વીપર આવવાના વિચાર કરતા નથી.
૪ અગાઉ કરોડ મહેાર થાય તેના ધરપર ધજા ઉડતી હતી, તે કેમ્બ્રિજ તેટલા માટે કહેવાતા અને છપ્પન કરોડ થયે ધરે ભેરી (નેાબત-શરણાઈ) વાગતા ત્યારે ‘છપ્પન ઉપર ભરી વાગી ' એમ કહેવાતું.
૫ જલજન્મ એટલે કમળ પણ થાય. એ જાલાંતર હોય છે એટલે લક્ષ્મી અહીં કમળ જેવી શાભે છે. પુરાણ પ્રમાણે લક્ષ્મી પણ સમુદ્રમંથન કાળે જળમાંથી નીકળેલ છે તેનું પણ સૂચવન જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org