________________
શ્રી પ્રભાવકચરિત્રમાંથી
શ્રી સિદ્ધહિઁસૂરિનો પ્રબંધ (ચૌદમું શૃંગ. )
બુદ્ધિ, અંકુશ અને ધ્યાનના ઘર બની ગયેલા શ્રી સિદ્ધાર્થં જેમના ગ્રંથા હાલ પૃથ્વીમાં નિગ્રંથમતમાં ગ્રંથપણાને પામી ગયા છે તે કલ્યાણલક્ષ્મી આપે. ૧. અત્યંત સંસ્કાર પામેલી (પરિપકવ થયેલી) શ્રી સિદ્ધિ પ્રભુની વાણી જેની ઉપાસના કરવાથી અનાદિ કાળથી લાગેલા અવિદ્યાના સંસ્કારા નાશ પામી જાય છે તે તમારૂં રક્ષણ કરો. ૨. જેના પૂર્વજ ( વડીલ ) વિદ્વાનાના અગ્રેસર સુપ્રભ થા હતા અને અતિ ઉત્તમ ભાગ્ય લક્ષ્મીવાળા કવીશ્વર માદ્ય જેના અંધુ થતા હતા. ૩. જડ આશયવાળાને ( મંદ બુદ્ધિવાળાને ) ત્રાસ આપનારૂં ( ધ્રુજાવી દેનારું), આખા રાજાના સમૂહને ચમત્કાર ઉત્પન્ન કરનારૂં અને સર્વ પાપસમૂહને વારનારૂં તેમનું ( શ્રી સિદ્ધિનું ) ચરિત્ર હું હવે વર્ણવીશ. ૪. નિરંતર યુવાન રહેલી લક્ષ્મીનું ધામ ગુજૈર ( ગુજરાત ) દેશ છે જેમાં ઘડપણ તે માત્ર વેશ (કપડાં)માંજ દેખાય છે અને જે દેશ લડાઇ કરવાને તૈયાર થઇ રહેલ અન્ય અહારના રાજાઓને જીતવા ઘણા જ મુશ્કેલ છે. ૫. આખી પૃથ્વીનું જાણે મુખ (મ્હાડું ) હેાય તેવું ત્યાં (એ દેશમાં) શ્રીમાલ નામનું શહેર છે, જ્યાં મંદિર ઉપર આવી રહેલ શિખરા મુગટને સ્થાને દીપી રહેલ છે. ૬. ત્યાં મહેલા સખ્ત વારણ (કેટ વિગેરે)થી સુશેાભિત છે. ત્યાંના રાજમાર્ગો મદમસ્ત હાથીઓથી શોભી રહેલ છે. ૭. ત્યાં જૈન મંદિરે। નવા તાજા ધૂપની ગંધથી મઘમઘાયમાન થઇ રહેલા છે; મહાન્ ઋષિઓ તદ્દન નિ:સંગ થઇ ગયેલા છે અને પેાતાના સગાસંબંધીમા આશ્રય જરા પણુ કરતા-ઇચ્છતા નથી. ૮. ત્યાં શ્રી વર્મલાત નામના રાજા હતા. એણે હાથીઓ અને ઘેાડાઓના સમૂહથી પાતાના શત્રુવર્ગને દૂર ફેંકી દીધા હતા, એ શત્રુઓના મર્મભાગને ભેદી
૧ નિગ્રંથ: અહીં ગ્રંથ શબ્દ લેષ છે: (1) ગ્રંથ એટલે બંધન. જૈન મતને નિગ્રંથપ્રવચન કહેવામાં આવે છે. તેવા મતમાં. (૨) ગ્રંથ એટલે પુસ્તકપણાને જેમની કૃતિ પામી ગઇ છે, એટલે જેમની કૃતિ બહુ પ્રસિદ્ધ થયેલી છે એવા. ૨ પૃથ્વી આખી શરીર રૂપે, તેનું મુખ આ નગર. તેમાં ચૈત્યાપરનાં શિખર તે મુગટ રૂપે. આખી ઉપમા બરાબર ઘટાવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org