________________
૧૪૪૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક છે અને જે કાવ્ય તેની શાશ્વત (હમેશની) યાદગીરી છે. ૧૬, શ્રી માઘ જેના કાવ્ય રૂપી ગંગાની ઊર્મિના છાંટણ(સીકર)થી ચિત્તની જડતા (મંદતા) દૂર થઈ જાય છે તે અતિ ઊંડી બુદ્ધિવાળો હતો અને વખાણને પાત્ર હતો. તે તેની પ્રશંસાને પાત્ર ન થાય? ૧૭, હવે બીજો પુત્ર શુભંકર શ્રેષ્ઠી હતા તે આખી દુનિયાનું ભલું કરનાર હતો. એના દાનસંબંધી એટલાં બધાં અદ્દભુત ગીતો ગવાતાં હતાં કે તેથી ઇંદ્ર પણ રાજી થઈ ગયું હતું. ૧૮, લક્ષ્મીપતિ (કૃષ્ણ)ને જેમ લક્ષ્મી હતી તેથી તેને લક્ષ્મી નામની સ્ત્રી હતી. એણે આખી દુનિયામાં પ્રસિદ્ધ સીતા વિગેરે સતીઓને સાચી' કરી બતાવી હતી. ૧૯. (તેઓનો) સિદ્ધ નામથી પ્રસિદ્ધ થયેલ એક પુત્ર હતો, એ ઇંદ્રના નંદનવનના આભૂષણ જેવો હતો, દેવતાઓને જેમ કલ્પવૃક્ષ ઈચ્છા પૂરે તેમ માગનારાઓને એ ઈચ્છા પ્રમાણે દાન આપનારે હતો. ૨૦, ધન્યા નામની એક યોગ્ય ખાનદાન કુળની કન્યા સાથે એના માતાપિતાએ એને વિવાહ કર્યો હતો. એની સાથે દેગુંદક દેવોની પેઠે એ વિષયસુખ ભોગવતો હતો. ૨૧. વખતના વહેવા સાથે એ જુગટુ રમવાને અત્યંત શોખીન થઈ ગયું અને પિતાની સ્ત્રી સાથેના સંસાર-વહેવારથી દૂર થતો ચાલે. અહાહા ! વિદ્વાનસમજુ માણસોને પણ પોતાનાં કર્મ ઉપર વિજય મેળવવો મુશ્કેલ છે! કર્મ કેઈને છોડતાં નથી. ૨૨, એના પિતાએ માતાએ ગુરૂજનોએ ભાઇઓએ સંબંધીઓએ અને મિત્રોએ તેને જુગટાથી ઘણો વાર્યો, બહુ બહુ રીતે સમજાવ્યો પણ એ હરામચાસકાથી એ પાછો હો નહિ. ખરેખર, વ્યસન (પડેલી કે પડતી ટેવ)ને વારવું ઘણું મુશકેલ છે. ૨૩, જ્યારે એ વાત બહુ વધતી ચાલી ત્યારે ગુપ્ત રહી શકી નહિ, જાહેર થઈ ગઈ. અને એ તો જુગટું રમવામાં એકતાન લગાવી રહેલા ધૂતારાઓને સંપૂર્ણ વશ થઈ રહ્યો અને સદાચારથી તદ્દન દૂર દૂર જતો ચાલ્યો. ૨૪, એણે જુગટા ઉપર પોતાનું ધક ધ્યાન એવું લગાડ્યું કે એમાં એ ગીની પેઠે એકચિત્ત થઈ ગયે
૧ એને જોઈને સીતા વિગેરે સતીઓ જરૂર થઈ હશે, કવિની કલ્પનામાં જ નહિ હોય એમ ખાતરી થતી હતી.
૨ દેગંદક દેવઃ એ એક જાતિના દેવો છે, બહુ સુખ ભોગવનારા છે, ઇદ્રિયસુખમાં આસક્ત છે અને આખી જીંદગીમાં એકસરખા વિષયસુખને અનુભવ કરે છે. - ૩ યોગીની એકતાનતા અને પરીષહસહન અત્ર સરખાવવા યોગ્ય છે. લોકો સર્વ સહન કરે છે, યોગી જેટલાં દુઃખો વેઠે છે પણ આશયમાં ફેરફાર હોવાથી ફળમાં મેટે તફાવત પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org