Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 794
________________ ચરિ] શ્રી સિદ્ધપ્રિબન્ધ. ૧૪૪૭ તની વાડીમાં તેઓ દેવતાની પેઠે સારી રીતે અને શીતળ થઈ ગયેલા છે. તૃષ્ણાથી કરી ગયેલા છે અને ખરેખર માસના અથી છે. પણ માગ જેવા તો વયસનમાં આસકત છે, પોતાનાં ખૂદ વકીલ તરફ પણ અભક્તિ રાખનારા છે, (વડીલોના) મનોરથનો મેટ દ્રા કરનારે છે અને (એમના વર્તન કે સંપ્રદાયથી) તદ્દન ઊલટા ચાલવાવાળા છે. ખરેખર આ ભવમાં અપજશ આપનાર અને પરભવમાં દુર્ગતિ પ્રાપ્ત કરાવનાર મારા આવા જન્મને ધિક્કાર પડે ! મારું જીવતર નકામું છે! ખરેખર એટલા માટે આજને વખત મારે માટે તે ખરેખર સારે છે. ભાગ્યવાળો છે, કે જે વખતે આવા (મહાત્માઓ) મારી નજરે પડ્યા! મારી માતાજી આજે મારા ઉપર ગુસ્સે થઈ ગયા, પણ તેમ કરીને તેમણે આ મહાત્માઓનાં દર્શન કરવાની મને તક આપી તેથી ખરેખર, તેમણે મારા ઉપર મેટો ઉપકાર કર્યો છે. સાચી વાત છે કે દૂધ ગરમ થયેલું હોય તો પણ પિત્તનું શમન કરે છે, ૪૪-૪૭. ઉપર પ્રમાણે વિચાર કરતા સિદ્ધ ત્યાં ઊભા રહ્યા અને તેમને તેણે પછી નમસ્કાર કર્યો એટલે ગુરૂમહારાજે તેને ધર્મલાભ આવે અને તેઓશ્રી બોલ્યા-૪૮, “અરે ભાઈ! તમે કોણ છે?” આ પ્રમાણે ગુરૂ મહારાજે પૂછયું એટલે એ સાહસિક નર બોલી ઉક્યો “સાહેબ ! હું શુભંકરને પુત્ર છું, સિદ્ધ મારું નામ છે, જુગારને કારણે માએ મને ઘરમાં જતો અટકાવેલો છે. “આવી મોડી રાત્રે જેનું બારણું ઉઘાડું હોય ત્યાં તું જા–આટલી શિખામણ તેમણે મને આપી છે. હું તેથી ઉઘાડાં બારણાવાળા ઘરમાં આવી પહોંચ્યું છું. હવે તે આપ પૂજ્યશ્રીનાં ચરણકમળ મારે માન્ય છે, પૂજ્ય છે. વહાણ પ્રાપ્ત થયા પછી કેણ સમુદ્રને તરવાની ઇચ્છા કરે નહિ! ૪૯-૫૧, ગુરૂમહારાજે શ્રતજ્ઞાનનો ઉપગ મૂકયો તે એ ભવિધ્યમાં પ્રભાવક થશે એમ જાણીને તથા તેની યોગ્યતા* જઈને પોતે ૧ શિખામણ. લક્ષ્મીદેવીએ ઘરમાં રહી મહેણું માર્યું તેને એણે શિખામણ ગણુ લીધી. સંગબળ કેવું કામ કરે છે તે વિચારવા યોગ્ય છે. - ૨ શ્રત જ્ઞાનનો ઉપગ મૂકે તો નજર પહોચાડી ભવિષ્યના બનાવો પણ વિચારી શકે છે. આ અનુભવ અને વિપળ જ્ઞાનનો મહિમા છે. 3 પ્રભાવકઃ શાસનને વાત કરનાર, શાસનને દીપાવનાર યુગપ્રધાન પુરૂષ - ૪ શ્યતા. સાચી વાત કહી દેવાની તેની રીતિથી અને નિખાલસપણાથી ગુરૂ વર્તમાન યોગ્યતા જાણે ગયા અને શ્રતના ઉપયોગથી ભવિષ્યનું તેનું પ્રભાવકપણું જોઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804