________________
૧૪૨૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. દેનારની સત્તામાં હોય ત્યાં સુધી તે દાવિષયક કહેવાય છે અને લેનારની સત્તામાં હોય ત્યારે “ગૃહીતુવિષયક
કહેવાય છે. શંકા પડે તે પણ લેવાની મનાઈ છે. ૨. “ભાવથી દાતૃવિષયક પરિણુત.” વસ્તુના માલેક ઘણું હોય
તેમાંથી કેટલાકની દેવાની બુદ્ધિ હોય અને કેટલાકની ન હોય તે માટે અગાઉ સાધારણ અનિરુણ દેષ આવ્યા છે તેમાં દાયકનું પરોક્ષપણું છે અને અહીં પ્રત્યક્ષપણું છે. ભાવથી ગૃહવિષયક પરિણુત. ભીક્ષા માટે ગયેલ બે મુનિઓમાંથી એકને ભીક્ષા સંદેષ લાગી અને બીજાને તે જ પિંડ નિર્દોષ લાગે. તો એ પ્રથમને
અપરિણત થયો, બીજાને પરિણુત થયો. ૯. બલિપ્ત દોષ? ઘી દૂધ દહીં શાક વિગેરે પદાર્થો દેતાં હાથ ખરડાય છે તથા ભોજન પણ લેપવાળું થાય છે તે “લિતદોષ.
સાધુએ બનતા સુધી વાલ ચણું ભાત વિગેરે અલેપવાળી વસ્તુ વહોરવી. સ્વાધ્યાય દવા વિગેરે કારણે લેપવાળી વસ્તુ લેવી પડે તે પશ્ચાતકર્મ દેષ ન લાગે તેમ વહેરવું. એ વસ્તુ આપનારને હાથ ખરડાયેલું છે કે સ્વચ્છ છે? ભાજન ખરડાયેલું છે કે સ્વછ છે? તથા વહોરાવનાર ગૃહસ્થનાં ભાજનમાં પદાર્થ બાકી રહ્યો છે કે કેમ? એ સર્વ બાબતને બરાબર ઉપયોગ રાખવો. જે હાથ પ્રથમથી જ ખરડાયેલ હોય અને વાસણ પણ ખરડાયેલું હોય તથા વહોરાવેલ દ્રવ્યમાંથી કાંઈક શેષ બાકી રહેલ હોય તો ત્યાં મુનિને પશ્ચાતકર્મ દોષ ન લાગે. આમાં ઉપયોગ રાખવાની જરૂર વધારે છે. જ્યાં અવશેષ દ્રવ્ય હોય ત્યાં ખરડાયેલા હાથ વાસણ વિગેરે ભીક્ષા દઈને તરત જ ધોવા પડતાં નથી. નિરવશેષ હોય ત્યાં જોવા પડે છે-એ ઉપયોગથી સમજી જવું. દેષ ન દે.
ખાય ત્યાં ઉક્ત નિમિત્તે લેવામાં વાંધો નથી. ૧૦. “છર્દિત વહોરાવનાર ઘી દૂધ વિગેરે પદાર્થોના છાંટા પાડે કે
ઢળે ત્યારે “છર્દિત દોષ લાગે. ભોજન આપનાર છાંટા પાડે કે ઢળે તે સચિત્તમાં પડે કે અચિત્તમાં પડે કે મિશ્રમાં પડે એથી વિરાધનાદિ બહુ દોષસંભવ છે તેથી તેવી રીતે તેના હાથે ભક્ષા ન લે. એ એષણાના દશ દશે થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org