________________
૧૨૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. (૧૫) ખાંડતી દાતા. દાન આપનાર શાળ ખાંડતી હોય. (૧૬) પીસતી દાતા'. દાન આપનારી ઘાણીમાં તેલ પીસતી
હોય. આમાં શાળા કે તલ કેટલાક સચિત્ત હાથમાં રહી
જાય, હાથ દેવા પડે, રસત દેષ થાય વિગેરે. (૧૭) ધાણી વિગેરે સેકતી. ચુલા ઉપર કઢાઈમાં ચણું વિગેરે
હલાવતી હોય તેવી દાતા. આ હકીકત હલાવતી વખતને લાગે છે. સાધુ આવે તે જ વખતે હલાવવાનું કામ ચાલતું હોય તો તેની પાસેથી સાધુને આહાર લેવો
અકય છે. (૧૮) કાંતનારી દાતા. રૂની પુણીમાં સૂતર કરતી હોય તેવી
દાયક. (૧૯) લોઢનારી દાતા. ચરખીમાંથી કપાસીઆ કાઢતી હેય
તેવી દાતા. (૨૦) પાંખનારી દાતા'. રૂને પીંખતી હોય તેવી દાતા. (૨૧) “પજનારી. રૂને પજતી હોય તેવી દાતા. કપાસીઆ સ
ચિત્ત છે અને પુખ દૂર કરવા જળથી હાથ ધોવા પડે, પૂર્વ પશ્ચાત્ કર્મદોષ લાગે એ જીવવધનું કારણ છે. બાકી રૂમાં શ્વેતતા લાવવા શંખચૂર્ણાદિને ઉપયોગ
કરતી દાતા પાસેથી દાન લેવું કહે છે. (૨૨) પીસતી દાતા'. ઘંટી પર ઘઉ વિગેરે અન્ન દળતી હોય
તેવી દાતા. (૨૩) “વલવતી દાતા”. દહીંનું વલેણું કરતી. (૨૪) “ભુંજાના દાતા. દાન આપનારી જમવા બેઠેલી હેય,
જમતી હોય. જમતાં ઉઠે તે પાણી પીએ તેથી વિરા
ધના થાય અને ન પીએ તે લેકમાં નિંદા થાય તે હેતુ. (૨૫) આપન્નસત્તા. ગર્ભ ધારણ કર્યો હોય તે દાતા. (ગ
ર્ભને બાધા થવાને હેતુ.) આઠ માસ સુધી તેના હાથથી કલ્પ, નવમે માસે ન કહ્યું. જ્યાં બેઠી હોય તેજ સ્થાનેથી
ઉભા થયા વિના બેઠા બેઠા દે તો કલ્પી શકે. (૨૬) બાલવત્સા. બાળકની માતા, ધવરાવતી હોય તે બા
ળકને મૂકી દે તો બિલાડી વિગેરે બાળકને કરડે અથવા બાળક કેમળ હોય તેને જમીન પર મૂકી દે તે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org