________________
૧૨૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. ભવ થાય અને દ્વિતીય અને ચતુર્થ પ્રકાર ગ્રહણું યોગ્ય છે. આમાં લક્ષ્ય એ રાખવાનું કે દેવા ગ્ય વસ્તુનું પાત્ર ભારે હોય તેને વધે નથી કેમકે તેમાંથી કડછી વિગેરે સાધનોથી
લઈને વહોરાવી શકાય છે. ૫. સંતોષ સંત એટલે અન્યત્ર પ્રક્ષિસ દેષ. એક તપેલીમાં
વસ્તુ નાખી આપવી હોય તેમાં ન દેવા યોગ્ય વસ્તુ પડેલી હેય તે ત્યાંથી કાઢી અન્યત્ર નાખી દેવી અને તેમાં દેવા યોગ્ય વસ્તુ નાખી આપવી એ સંહતદેષ. અથવા કટેરામાં એજ પ્રમાણે ન દેવાની વસ્તુ હોય તે ક્યાંક ફેંકી દઈ તે વડે દેવાની વસ્તુ આપવી. અહીં જે વસ્તુ નાખી દે તે સચિત્ત પૃથ્વીકાયાદિમાં પડે તેથી દેષાપત્તિ થાય. મિશ્ર હોય તેમાં પણ સચિત્તપણાનો સંભવ છે તે સંહત વસ્તુ સચિત્ત હોય અને સચિત્તમાં પડે, અચિત્તમાં પડે અથવા સંહત વસ્તુ અચિત્ત હોય અને સચિત્તમાં પડે એ ત્રણે પ્રકાર ત્યાજ્ય છે, માત્ર સંહત વસ્તુ અચિત્ત હોય અને અચિત્તમાં પડે તેજ દેવાની વસ્તુ અન્ય દોષના અભાવે કપ્ય થઈ શકે છે. અત્રે પણું અનંતર પરંપર દોષની ગણના પૂર્વ
વત કરી લેવી. ૬, દાયકોષ) નીચેના આપનાર તરફથી અથવા તેને હાથે અ
પાતી વસ્તુ લેવી સાધુને ન કલ્પ. આપનાર (દાયક)ના અનેક પ્રકાર છે તેમાંથી અકય દાયકનાં નામ (જરૂર પડે ત્યાં હેતુ સાથે) નીચે આપ્યાં છે. (૧) વૃદ્ધ-સ્થવિર. સાઠ સિત્તેર વર્ષની વયવાળો. જેને લાળ
પડતી હોય તે. વસ્તુમાં લાળ પડે તે લેકેને ગ્લાનિ થાય, હાથકંપથી વસ્તુ જમીન પર પડી જાય તો ષજીવનિકાયની વિરાધના થાય અને દેનાર પિતે પડી જાય તો તેને પીડા થાય અને જીવવિરાધના પણ થઇ જાય. ઉમરલાયક હોય પણ ઘરનો માલીક હોય અને અન્ય સહાયક તેની બાજુમાં હેય અથવા મજબૂત
શરીરવાળે હોય તે લઈ શકાય. (૨) “અપ્રભુ-ઘરને કે વસ્તુને માલેક ન હોય તે આપે તે
તેમાં પણ દ્વેષાદિ થઈ જાય. (૩) નપુંસક—આપનાર નપુંસક હોય તેના સંસર્ગથી વેદેદય
થાય અને લોકમાં નિંદા થાય તે હેતુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org