________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. ભીક્ષા દેવા પહેલા કાચા પાણીથી હાથ કે વાસણ ઘવા તે પુરાકર્મ, દઈને પછી ધોવા તે પશ્ચાત્કર્મ, કિંચિત માત્ર દેખાતા કાચા પાણીથી હાથ ખરડાયેલા હોય અને ભિક્ષા દેવી તે સિંધ અને સ્પષ્ટ જણાઈ આવે તેટલા જળના સંસર્ગવાળા હાથ વિગેરે હોય તે ઉદકા.
સુરતના કરેલા વનસ્પતિના કટકાથી હાથ ખરડાયેલા હેય તે વનસ્પતિશ્રક્ષિત.
બાકીના તેજસ્કાય વાયુકાય તથા ત્રસ સાથે ખરડાવાપણું નથી તેથી તે પ્રકાર અત્ર ગયો નથી. આ સચિત્તમૈક્ષિત રાધુને ત્યાગ કરવા યોગ્ય છે. અચિત્તભ્રક્ષિતમાં ગહિંત એટલે નિંદવા યોગ્ય; જેમકે હાથે ચરબીથી ખરડાયેલા હોય તે ત્યાજ્ય પ્રકાર છે અને ઘતાદિકે ખરડાયેલા હોય તે ઇતરત
પ્રકાર છે તે આચાસ્લાદિ ન હોય તો કયે છે. ૩ “નિશ્ચિમેષ: સચિત્ત (જીવવાળા) પદાર્થ ઉપર રાખેલ તે
નિક્ષિપ્ત દોષ. ભીક્ષા આપવાની વસ્તુ પૃથ્વી, અ, તેજ, વાયુ, વનસ્પતિ કે ત્રસ જીવ ઉપર રાખવી તે. સચિત્ત સાથે સીધો સંબંધ હોય તે અનંતરનિક્ષિપ્ત કહેવાય છે અને વચ્ચે કોઈ વસ્તુ દ્વારા સંબંધ હોય તો પરસ્પરનિક્ષિપ્ત કહેવાય છે. સચિત્ત માટી ઉપર પકવાન્ન મૂક્યું હોય તો તે અનંતરનિક્ષિપ્ત કહેવાય અને સચિત્ત માટી ઉપર રૂમાલ હોય અને રૂમાલમાં પકવાન્ન હોય તો તે પરંપરનિશ્ચિત કહેવાય. તેજ પ્રમાણે સચિત્ત પાણી સાથે માખણ હોય અથવા ઠરેલું ઘી હોય તે અનંતરનિક્ષિણ અને જળમાં વાસણ હોય અને તેમાં માખણ હોય તો તે પરંપરનિક્ષિપ્ત. આ પૃથ્વી અને અપની વાત થઈ. દેવતા ઉપર પાપડ તૈયાર થતો હોય તે અનંતરનિક્ષિત અને અગ્નિ ઉપર ઠામમાં શાક હોય તે પરંપરનિક્ષિપ્ત. પવનથી વાસીત થયેલ ભાત કે પાપડ તે પવનઅનંતરનિક્ષિણ અને ધમણ ઉપર ચૂર્ણ હેય તે વાયુપરંપરનિક્ષિપ્ત. સચિત્ત દાણુમાં રાખેલ પૂડા તે વનસ્પતિઅનંતરનિક્ષિત અને સચિત્ત પત્ર પુષ્પ ફળાદિ ઉપર મૂકેલી થાળીમાં રાખેલ વસ્તુ તે વનસ્પતિપરંપરનિક્ષિપ્ત. બળદની પીઠ ઉપર મૂકેલા મેદકાદિ તે ત્રસઅનંતરનિક્ષિત અને તેના ઉપર કઈ થાળી કે વસ્તુ રાખી તેમાં ચીજ મૂકેલી હોય તે ત્રસપરંપરનિક્ષિપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org