________________
પરિશિષ્ટ ૪.
૧૪૧૫ કોઈ મુનિ એમ બેલે કે “તારી દીકરી કેવી ભોળી! અમારી સાથે આ સંદેશે કહેવરાવતી હતી, પણ અમે તે સાધુ રહ્યા છે એવી વાતને સંદેશો લઈ જઈએ નહિ એટલી પણ એને માહિતી નહિ!” એમ કહે, અથવા ગુપ્તપણે કહે તે પ્રચ્છન્ન દૂતીકાર્ય. વળી કેટલીકવાર સંદેશામાં ગુપ્ત ભાવ હોય છેઃ દાખલા તરીકે-મારી માને કહેજે કે ધારેલ કાર્ય સિદ્ધ થયું છે. આમાં સંદેશે લઈ જનાર “કામ” શું છે તે જાણે નહિ, પણ જેને સંદેશ પહોંચાડ્યો હોય તે આગળ પાછળની હકીકતથી કાર્ય સમજી જાય. આવા દૂતીકાર્યથી વ્યાપાર, આરંભ, ખટપટ વિગેરે સાવદ્ય દોષનો સંભવ હોવાથી નિરવદ્ય ધર્મમાર્ગનું આરાધન કરનાર મુનિઓને તે
વર્જ્ય છે. ૩. “નિમિત્તપિંડી અતીત, અનાગત અને વર્તમાનમાં થનાર લાભ
આદિનું કથન કહેવું તે “નિમિત્ત કહેવાય છે, એ નિમિત્તદ્વારા જે પિંડ લેવામાં આવે તે નિમિત્તપિંડ જાણો. ભૂત કાળમાં બનેલી વાતો કહેવી, ભવિષ્યમાં થનાર ઉપાધિ, મરણ કે રાજ્યાદિની કૃપા સંબંધી હકીકતનું નિમિત્તે કહેવું અથવા તેજ દિવસ સંબંધી નિમિત્તે કહેવું અને પછી તેના ઘરની ભીક્ષા લેવી, લાભાલાભ ની વાત કરવી, તેજી મંદી જણવવી, ભાવતાલના જોષ જોઈ આપવા વિગેરે બાબતોને સમાવેશ આ નિમિત્તપિંડમાં થાય છે. ગૃહસ્થ પૂછે અને નિમિત્ત કહે અથવા વગર પૂછયે કહે એ સવેને સમાવેશ અહીં થાય છે. નિમિત્ત સાંભળી સારી ભિક્ષા આપે, વધારે આપે, રાગદ્વેષાદિ થાય વિગેરે પ્રસંગે આ નિમિત્તપિંડમાં આવે છે. એમાં સ્વપ૨ તથા ઉભયને વધાદિ અનેક દોષોનો સંભવ છે,
માટે મુનિ એવા પ્રકારનો પિંડ ગ્રહણ ન કરે. ૪. આજીવિકા દોષએના પાંચ પ્રકાર છે
૧. જાતિવિષય, ૨. કુળવિષય, ૩. ગણવિષય, ૪. કર્મવિષય અને ૫. શિલ્પવિષય.
સાધુ કેઈને ઘરે ભિક્ષા માટે જાય ત્યારે તેને બ્રાહ્મણ જાણી તેની પાસે પિતાનું જ્ઞાન બતાવે. હોમ કેમ થાય, ઉદાત્ત અને નુદાત્ત કેમ બોલાય વિગેરે સમજાવે અને તેમ કરી પોતાની અસલ બ્રાહ્મણુજાતિ જણાવે. બેલીને જણાવાય અને વગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org