________________
૧૪૧૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
જે હું જ્યાં જઉં ત્યાંથી સર્વ લાવી શકું છું. આવાં કારણોથી અભિમાનમાં પ્રેરાયેલો તે મુનિ ગૃહસ્થને ત્યાં જઈ તેને એવા વચનોથી દાન સંબંધી ચઢાવે કે જેથી તે ગૃહસ્થ પણ અભિમાનથી પ્રેરાઈ ઘરનાં અન્ય મનુષ્યોની અનિચ્છા છતાં પણ
ભીક્ષા આપે તે માનપિંડી કહેવાય. ૮. માયાપિંડ માયા એટલે પારકાને છેતરવાની બુદ્ધિ. માયાના
પ્રયોગથી ગ્રહણ કરેલ પિંડ માયાખંડ” જાણવો. કેઈ સાધુ મંત્રોગાદિમાં કુશળ થઈને રૂપ પરાવર્તન કરે, મોદકાદિ પિંડ ઉપાર્જન કરે, તેને માયાપિંડ જાણો. માયાકપટ કરી ગૃહસ્થને છેતરી ખોટ ખ્યાલ ઉત્પન્ન કરી પોતાનું ખરું સ્વરૂપ છુપાવવાની બાબતને પણ અહીં સમાવેશ થાય છે. આ માયા
કપટ ભિક્ષા મેળવતી વખત થાય છે તે લક્ષ્યમાં રાખવું. ૧૦. “લોભપડા લોભ એટલે આસક્તિ. લોભથી ભીક્ષાભ્રમણ કરી
પિંક લેવો તે “લોપિંડ” જાણવો. સાધારણ ભિક્ષા મળતી હોય તે છોડી મોદક દૂધપાક લેવાની ઈચ્છા કરવી, વાલચણું મળતાં હોય તે છેડી દઈ માલપાણી લેવા ઈચ્છા કરવી, દૂધ મળ્યું હોય તે હવે ક્યાંકથી ખાંડ મળી જાય તે સારું એમ ધારી ફરે, અથવા અગાઉ તેવી બુદ્ધિ ન હોય પરંતુ પિંડ પ્રાપ્તિને અવસરે તેને સારું ધારી લે તે સર્વ લેભાખંડ. આ ક્રોધાદિ ચાર પ્રકારના પિંડમાં પ્રàષ, કર્મબન્ધ, શાસનની લઘુતા વિગેરે દેશોનો સંભવ હોવાથી મુનિને એ
પિંડે ન કલ્પે. ૧૧. “સંસ્તવ દેષ: સ્તુતિ, વખાણું. તેના બે પ્રકાર છે: વચન સંસ્તવ અને સંબંધી સંસ્તવ.
(૧) વચનથી પ્રશંસા કરવી તે વચન સંસ્તવ; (૨) માતા, સાસુ વિગેરે છતા અછતા સંબંધે દર્શાવવા તે સંબંધી સંસ્તવ. તે પ્રત્યેક બે પ્રકારના છે. પૂર્વ સંસ્તવ અને પશ્ચાત્ સંસ્તવ.
ભિક્ષા લીધા પહેલાં સ્તુતિ કરે તે પૂર્વ સંસ્તવ' અને પછી કરે તે “પશ્ચાત સંસ્તવ”—એ વચન સંસ્તવના બે ભેદ. એવી જ રીતે સંબંધી સંસ્તવના પણ બે ભેદો આ પ્રમાણેમાતા પિતા વિગેરેને સંબંધ દર્શાવી ભીક્ષા ગ્રહણ કરવી તે પૂર્વ સંસ્તવ, કોઈ ગૃહસ્થને ઘરે ભિક્ષા લેવા માટે જઈ તેના દાનગુણના વખાણ કરે, અહી દાનપતિ! અમેએ જેવા સા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org