________________
૧૪૧૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. બોલે પણ જાતિ આદિ જણાવાય (સૂચનાથી અને અસૂચનાથી સમજાવાય તે). જાતિ કે કુળ જણાવતા સામે માણસ ભલે હોય તે બ્રાહ્મણ જાણું જાતિના પક્ષપાતથી તેને માટે સારો આહાર તૈયાર કરી વધારે ભિક્ષા આપે, આથી આધાકર્મ દોષ લાગે, ખરાબ હોય તો બ્રાહ્મણપણું છોડી શ્રમણ થવા માટે દ્વેષ કરી ધિક્કારી કાઢી મૂકે-વિગેરે અનેક પ્રકારની ઉપાધિ થાય. આજ પ્રમાણે ક્ષત્રિયાદિ જાતિમાટે, શુદ્ર માટે સમજવું. કર્મ એટલે વ્યાપાર અને શિલ્પ એટલે કળા. એ બાબતની પોતાની પૂર્વ સ્થિતિ પ્રકટ કરવાથી કે તે માટે સૂચના કરી દેવાથી બહુ દોષ કે રાગની ઉત્પત્તિ થાય છે અને તેથી પણ ઉપર જણુંવ્યા મુજબ આહાકદિ દોત્પત્તિનો સંભવ હોવાથી આ ભીક્ષા દૂષિત ગણાય છે. ૫. વનપક (વનુતઃ યાચતે.) ભીક્ષાદાન દેનારની આગળ તેમના
ઈષ્ટ ગુર્યાદિની પ્રશંસા કરી પોતાને પણ તેમના ભક્ત જણાવી ભીક્ષાની યાચના કરે તે “વનીપક કહેવાય. ખુશામત કરી દેનારની સાથે મળતાપણું બતાવી ભીક્ષા લેવી તે વનપકપિંડ જાણુ. શ્રાવકને ત્યાં જાય તો તેની આગળ તેના ઈષ્ટ ગુરૂની પ્રશંસા કરે, તેમને ક્રિયા અનુષ્ઠાન પરાયણ કહે, શિવમાર્ગના સાર્થવાહ કહે, તેના અનેક ગુણના વખાણ કરે; વળી કઈ શાક્યના ઘરે શાક્યશિખ્યો (બૌદ્ધો) જમતા હોય તે જમનારની શાંતિના વખાણ કરે; કેઈ કુતરાનો ભક્ત હોય તે તેની આગળ કુતરાના વખાણ કરે, કહે કે એ શ્વાન તે શ્વાન (પશુ) નહીં પણ એ તે કૈલાસ પર્વત પરથી આવેલા યક્ષે શ્વાન રૂપે પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે–આવી રીતે જ્યાં જાય ત્યાં ભળતું બેલે, રાજી કરવા પ્રયત્ન કરે, કહે કે ગમે તેને દાન આપવામાં આવે તે કદિ નિષ્ફળ થતું નથી. આવાં વચનો અધે અસત્ય છે, એમાં અપાત્રદાનને પાત્રદાન સાથે સરખાવવાને દોષ થાય છે, શાક્યાદિની પ્રશંસા લેકેને આડે માર્ગ ઉતારનારી થઈ જવાનો સંભવ રહે છે, એથી મિથ્યાત્વ સ્થિર થાય છે અને એવી રીતે ખુશામત કરીને ભિક્ષા લેવાની ટેવથી લોકોમાં ધર્મને અવર્ણવાદ થાય છે. એથી મૃષાવાદ અને પ્રાણાતિપાતનું અનુદન થાય છે. એ માટે દોષ કરી પછી એના ઘરનું ભજન-ભિક્ષા લે તે તે ભીક્ષા સદોષ થઇ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org