________________
પરિશિષ્ટ ૩.
૧૩૮૯
(૩) શાશ્વ: શાશ્વત એટલે અપૌરૂષય હાવાથી નિત્ય એવા વેદ, તેમાંથી થયેલું જ્ઞાન તે શાબ્દ સાંભળેલા શબ્દના જ્ઞાનથી તુરત સન્નિષ્કૃષ્ટ પ્રત્યક્ષ એવા ઘટાધર્થનું જ્ઞાન તે શાબ્દ
(૪) ઉપમાન, પ્રસિદ્ધ અર્થના સાધર્મ્સથી અપ્રસિદ્ધ અર્થનું સાધન તે ઉપમાન. ગાય જાણી હોય તે પુરૂષને પૂર્વે નહિ જોયેલ ગવયને ોતાં સાધર્મ્યુથી પૂર્વે અજ્ઞાત એવા સાધર્મ્સનું જ્ઞાન થાય તે ઉપમાન. અહીં ગવયદર્શન ગેસ્મરણ કરાવે છે તે
ઉપમાન જ્ઞાન.
(૫) અર્થોપત્તિ: દૃષ્ટ અર્થની અનુપપત્તિને લીધે કાઇ અર્થની કલ્પના જેના ખળથી થઇ શકે છે તે અર્થાંપત્તિ. એટલે ચાલુ પાંચ પ્રમાણેાથી જે હકીકતની ઉપપત્તિ (સિદ્ધિ) થઇ શકતી નથી તેની ઉપપત્તિ ઘટાવવા જે કલ્પવું પડે તે. ખીજા પ્રમાણુથી દૃષ્ટ અને શાબ્દથી શ્રુત એવા અર્થ તેના વિના ઉપપન્ન નહિ થાય એમ માની જે અર્થ કલ્પના કરવામાં આવે છે તે. અગ્નિના ઉષ્ણુ સ્પર્શે પ્રત્યક્ષથી જાણી તેની દાહક શક્તિના યોગ અર્થાંપત્તિથી મનાય છે, કેમ કે શક્તિ પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી કે અનુમાનાદિથી ગમ્ય નથી. આવી રીતે બાકીના પ્રમાણેા સાથે અર્થઘટના કરી લેવી.
(૬) જે વસ્તુસ્વરૂપમાં વસ્તુસત્તાવબોધાર્થે પાંચે પ્રમાણની પ્રવૃત્તિ નથી ત્યાં અભાવ પ્રમાણતા સમજવી. પાંચે પ્રમાણેા સદંશને ( છે એવી વાતને ) ગ્રહે છે પણ અસત્ અંશને ગ્રહતા નથી, ત્યારે આ પ્રમાણાભાવ રૂપે અભાવ અસદંશને ગ્રહણ કરે છે. આમાં પ્રાગભાવ ( ક્ષીરમાં દહીંના) પ્રધ્વંસાભાવ (દહીંમાં ( દૂધના) અને અન્યોન્યાભાવ (ખળદમાં અશ્વના ) એમ ત્રણે અભાવજ્ઞાનને સમાવેશ થાય છે અને તે ન હેાય તેા વસ્તુવ્યવસ્થા બગડી જાય એવા મીમાંસકાના અભિપ્રાય છે.
આ મત પ્રમાણે વેદ અપૌરૂષેય છે, વેદોક્ત હિંસા ધર્મ છે, શબ્દ નિત્ય છે, સર્વજ્ઞ છે નહિ, અવિદ્યા અથવા માયાને લીધે પ્રતિભાસમાન આખા પ્રપંચ મિથ્યા છે, પરબ્રહ્મ તેજ પરમાર્થસત્ છે.
*
*
ce
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org