Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 737
________________ ૧૩૯૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. જૈન દર્શન, અને ભાઈ પ્રક! આ વિવેક પર્વત પર આરૂઢ થયેલા અને તેના અપ્રમત્તત્ત્વ શિખર ઉપર રહેલા જૈનપુરનિવાસી જૈનેએ નિતિ નગરીએ જવાને માર્ગ આ પ્રમાણે જોયો છે – જેનોને નિંદ્ર દેવતા છે તે રાગદ્વેષ વિવજિત, મહામહ મલને હણનાર, કેવળ જ્ઞાન દર્શનવાન, સુરાસુરે સંપૂજ્ય, સદ્ભત અર્થે પ્રકાશક છે અને સર્વ કર્મને ક્ષય કરીને પરમ પદને પામેલ છે. તેઓ જગતને અનાદિ કહે છે અને તેને કોઈ કર્તા માનતા નથી, ઈશ્વરના ૧ જેના બે પ્રકારના છે. તાંબર અને દિગંબર. તેમાં શ્વેતાંબરના સાધુઓ રને દુર () રાખે છે, મુખવસ્ત્રિકા (મુહપત્તિ) રાખે છે અને વાળનો લોચ કરે છે. આ તેઓનું લિંગ છે. શરીરે ચોળપટ્ટો પહેરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત વિગેરે તેમને આચાર છે. તે અષ્ટ પ્રવચનમાતા આ પ્રમાણે છે: ઇસાડા ત્રણ હાથ નજર નીચી રાખી ભૂમિ શોધતા ચાલવું. ભાષા-વિચારીને સત્ય હિત પ્રિય મિત અને તથ્ય બોલવું. એષય-ખાવાપીવાની વસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે શબ્દ લેવી. આદાનભંડમતનિક્ષેપણ-વહુ લેતા મૂકતા સંભાળ રાખવી, રામારવી, જીવની ચેતના કરવી. પારિષ્ટાપનિકા-મળ મૂત્ર લેમ વિગેરે જીવ રહિત ભૂમિએ નાખવા. એ પાંચ સમિતિ. ત્રણ ગુપ્તિ તે મન વચન કાયાના પર યોગ્ય અંકુશ રાખો, તેઓના આચારમાં તેઓ હિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અહિંચતત્વવાળા હોય છે, ક્રોધાદિપર વિજય કરનાર હોય છે, ઇદ્રિનું દમન કરનારા હોય છે, જાતે નિર્ઝન્ય હોય છે, મધુકરી વૃત્તિથી નવ કોટિ શુદ્ધ આહાર લેનારા હોય છે. વસ્ત્ર પાત્ર માત્ર સંયમના નિર્વાહ માટે ધારણ કરે છે, રાખે છે, તેઓને કોઇ વંદન કરે ત્યારે ધર્મલાભ” એવો શબ્દ બોલે છે. દિગંબરો નગ્ન લિંગે છે, હાથ એજ તેઓનું પાત્ર હોય છે. તેમના ચાર ભેદ છે: કાષ્ટસંધ, મૂલસંધ, માથુરસધ અને ગાવ્યસંધ, કાણીસંધવાળા ચમરીના વાળની પીંછી રાખે છે, મૂળસંઘવાળા મેરની પીંછી રાખે છે, માથુરસંધમાં મૂળથી જ પીંછી રાખવામાં આવતી નથી અને ગેય સંધવાળા મેરની પીંછી રાખે છે. પ્રથમના ત્રણ સંઘવાળાને કોઈ નમે ત્યારે ધર્મવૃદ્ધિ' એવો શબ્દ બોલે છે. તેઓ સ્ત્રીને મુક્તિ અને કેવળીને ભુક્તિ (આહાર) માનતા નથી, વૃત ગમે તેટલા લે પણ વસ્ત્રધારી હોય તેને મુક્તિ માનતા નથી. ગોસ્વસંધવાળા નમન કરે ત્યારે ધર્મલાભ” કહે છે અને સ્ત્રીને મુક્તિ અને કેવળીને ભુક્તિ માને છે. એ ચારે સંધવાળાને ભિક્ષાટનમાં અને ભોજનમાં બત્રીશ અંતરાય અને ચૌદ મળ વર્તે છે. બાકી તેઓના સર્વ આચાર ગુરૂ અને દેવ શ્વેતાંબર જેવાં જ છે. તેમના શાસ્ત્રમાં કે તકમાં પરસ્પરસ ભેદ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804