________________
૧૩૯૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
તત્ત્વના નામનિર્દેશમાં સાતને જ ઉલ્લેખ કરે છે. કેટલાકે પુણ્ય જ છે એમ કહે છે, પાપને માનતા વથી, કેટલાક પાપુને જ માને છે, કેટલાક અન્નેને અન્યાન્ય અનુસિદ્ધ સ્વરૂપે (મેચક્ર મણુિતુલ્ય ) સ્વીકારે છે, કેટલાક બન્નેને એક જ માને છે, કેટલાક જગતને પ્રપંચ કહી પુણ્ય પાપ માનતા જ નથી, એ બધા મતને જવાબ આપવા પુણ્ય પાપનું તત્ત્વરૂપે અહીં દર્શન થાય છે. પુણ્ય પાપથી જગત્ની વિચિત્રતા થાય છે, આખા પ્રપંચ તેના ઉપર જ આધાર રાખે છે. એના અહુ ભેદો અને વિભાગેા સૂક્ષ્મ દૃષ્ટિએ પાડવામાં આવ્યા છે તે વિચારણીય છે.
૫ આસ્રવ: મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગે કર્મબંધના હેતુ છે અને તે આસ્રવ કહેવાય છે. જેમ તળાવમાં પાણી આવવાના માર્ગને નાળું કહેવામાં આવે છે તેમ આત્મામાં કર્મ આવવાના માર્ગોને આસ્રવ કહેવામાં આવે છે. અસદ્ દેવગુરૂધર્મને સત્ રૂપે માનવાની બુદ્ધિ તે મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ. હિંસા વિગેરેથી વિરમવું નહિ તે અવિરતિ. મદ્ય વિષય વિગેરે તે પ્રમાદ. ક્રોધ માન માયા લાભ તે કષાય. મન વચન કાયાના વ્યાપાર તે યાગ. .શુભ અને અશુભ ક્રર્મબંધના હેતુ આ આસ્રવેા છે. એ પ્રવાહઅપેક્ષાએ અનાદિ છે અને સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે. એના સૂક્ષ્મ ભેદી અને વિભાગે। વિશિષ્ટ ગ્રંથાથી જાણવા. એમાં પચીશ ક્રિયાનું સ્વરૂપ ખાસ વિચારણીય છે.
ૐ સઁવર: આસવના નિરોધ તે સંવર. નવાં આવતાં કર્મોના નિરેષ્ઠ, કર્મોનું શકવું તે સંવર. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યાગ રૂપ આશ્રવા સમ્યગ્દર્શન, વિરતિ, પ્રમાદપરિહાર, ક્ષમાદિ, ગુપ્તિ ત્રય એ આદિ ધર્મના આચરણથી નિરોધ એટલે નિવારણ-ઢાંકવાપણું તે સંવર. સમિતિ, ગુપ્તિ, પરીષહે, યતિધર્મો, ખાર ભાવના, ચારિત્ર વિગેરે દ્વારા આવતા કર્મોના નાળા આડું ઢાંકણું દેવાય છે તે સર્વે સંવર છે. જી વને કૉંપાદાન હેતુભૂત પરિણામા અભાવ તે સંવર એવા અભિપ્રાય છે.
૭ બંધ: જીવ અને કર્મના અન્યાન્ય અનુગતિરૂપ અર્થાત અન્યોન્ય અનુપ્રવેશ રૂપ સંબંધ તે અંધ. એ આસ્રવનું કાર્ય છે. જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org