________________
પરિશિષ્ટ ૪.
૧૪૧૧
જેના અણીઆરા ચણીઆરા ( ઉલાળા) ભૂમિ સાથે ઘસ( ડાતાં ન હોય અથવા માઢે સીલ કરવાને બદલે ગાંઠ વાળી ચલાવી શકાતું હેાય ત્યાં ઉક્ત દેષના સંભવ નથી.
૧૩. માલાપતિ, માલ એટલે ઊંચા પ્રદેશ. માળ ઉપરથી અથવાશીકા વિગેરે ઉપર રહેલી વસ્તુ લઇને આપવી તે ‘માલાપહત્તદોષ’. એના ચાર ભેદ છે:
૧. ‘ઉર્ધ્વમાલાપહૃત:’ છીંકા ઉપર જે વસ્તુ પડેલી હેાય તે લેવા ઊંચા થઇ પાની ઊભી કરી લેવું તે. એના ત્રણ વિભાગ છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. પગની પાની ઊંચી કરી લેવામાં આવે તે જઘન્ય અને નીસરણીએ ચઢીને લેવું પડે તે ઉત્કૃષ્ટ અને એ બે વિભાગની વચ્ચે હાય તે મધ્યમ પ્રકાર.
૨. ‘ધામાલાપહૃતઃ’ ભોંયરા વિગેરેમાં વસ્તુ પડેલી હોય તે નીચા વળીને લેવામાં આવે તે.
'
૩. ‘ઉભયસ્થિત’: પટારા, મેટી કોટી કે કોઠાર અથવા એવા કોઇ મેટા પાત્રમાં રહેલી વસ્તુ જેને લેતાં પગની પાની ઊંચી કરવી પડે અને વસ્તુમાં અધોમુખ કરી હાથ લંબાવવા પડે તે.
૪. ‘તિર્થંગ્માલાપહૃતઃ' જેમાં પાનીએ ઊંચી કરવાની જરૂર ન પડે એટલે પેાતાના ખભા જેટલા ઊંચા સ્થળેથી ભીંતમાં રહેલા ગોખમાંથી વસ્તુ લેવામાં આવે તે.
આમાં વસ્તુ લેતાં વાગી જવાના, પડી જવાના અને તેથી થતી અયતના વિગેરે અનેક દાષાને સંભવ છે અને કદાચ હાંસી થાય તેા તેને કારણે સાધુને પણ દોષારોપના સંભવ છે તેથી એવી રીતે લઈને આપેલ આહારને વર્જ્ય ગણવામાં આન્યા છે.
૧૪. આચ્છાદેાષ: વસ્તુ જેની પાસે હોય તેની ઇચ્છા વગર તેના હાથમાંથી ઝુંટવી લઇ સાધુને દેવામાં આવે તે આચ્છિદ્ય દોષ કહેવાય છે, તેના ત્રણ પ્રકાર છે: સ્વામીવિષય, પ્રભુવિષય અને ચારવિષય.
સ્વામી’ એટલે નગરના રાજા. ઘરના ઉપરી તે પ્રભુ’. નગરના સ્વામી સાધુને દેખી લોકો પાસેથી અશનાદિ ખૂંચવી લે અથવા હુકમ કરી લઇ તે સાધુને વહેારાવે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org