________________
૧૪૦૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. “ઉધ્વષ્કણ અમુક બાબતને સમય નિર્માણ થયો હોય, થઈ ગયું હોય, છતાં તે બાબત આગળ ઠેલવી, મુદતપર નાખવી.
આ બન્ને બાબતો દાખલે લેવાથી સ્પષ્ટ થાય તેમ છે. પુત્રના લગ્ન મુકરર કર્યા હોય, મુહૂર્તની તિથિ નીમાઈ ગઈ હોય, છતાં સાધુ હાલ વિહારમાં છે, લગ્ન વખતે આવી પહોંચશે નહિ, તેમને સારું દાન આપી શકાશે નહિ-એ વિચાર અને ગણતરી કરી લીધેલ મુહર્ત આગળ ઠેલવું અને તે વખતે પાક તૈયાર કરાવવા તે “બાદર ઉવષ્કણ પ્રાભૂતિકા” સમજવી.
ઉપર પ્રમાણે લગ્ન લીધા હોય તેની તારિખ પહેલાં સાધુ આવી ચઢે તેને વહોરાવવાનો લાભ લેવા પાછળની તારિખ ફેરવી લગ્ન વહેલું કરવું અને પછી તગ્નિમિત્તે ગુરૂને વહેરાવવાનો લાભ લેવા સારૂ રસોઈ જલદી કરાવવી તે બાદર અવશ્વકનું પ્રાકૃતિકા” સમજવી.
બાળક ખાવા માગે છે, મા બેઠી બેઠી સુતર કાતે છે, દરથી સાધુઓને નજીકના ઘરમાં વહોરવા જતાં જુએ છે, એટલે બાળકને કહે છે કે હજુ જરા વખત છે, સાધુને વહરાવવા ઉઠીશ ત્યારે તને પણ ખાવાનું આપીશ. આવી રીતે બાળકને ભોજન આપવાનું મુલતવી રાખવું તે “સૂક્ષ્મ ઉષ્યષ્કણું પ્રાભૃતિકા” છે.
બાળક ખાવાનું માગે છે, મા કહે છે કે આ પુણી કાંતી રહે પછી આપીશ, ત્યાં કઈ સાધુ આવી ચઢે છે એટલે ઉઠીને તેને ભીક્ષા આપે છે તે વખતે બાળકને પણ ખાવાનું આપે છે. અહીં રસાધુ આગમનને લઈને બાળકને ખાવાનું આપવાને કાળ નજીક આણવો તેને લઈને “સૂક્ષ્મ અવશ્વકણું પ્રાભૂતિકા દોષ થાય છે. અહીં બાળકને ખાવાનું દેવા પછી હસ્તધાવનાદિ ષકાય જીવનું ઉપમદન થાય તેથી તે
ભિક્ષા અકલ્પનીય કહી છે. ૭. પ્રાદુષ્કરણ, આપવાની વસ્તુ અંધારામાં હોય તે સાધુ ન ટ્ર
હણ કરે માટે સાધુને નિમિત્તે અજવાળામાં લઇ આવી ત્યાં સ્થાપના કરવી તે “પ્રકટ કરશું. અંધારામાં હોય ત્યાં તેજસ્વી મણિ સ્થાપન કરો અથવા અગ્નિ સળગાવો કે દી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org