________________
પરિશિષ્ટ ૩.
૧૩૯૫
અને કર્મના ક્ષીરનીરની પેઠે અને લાહ અને અગ્નિની પેઠે એક સંબંધ થાય તે અંધ. કર્મ પૌદ્ગલિક છે. રાગ દ્વેષ માહ રૂપ પરિણામ અને તે રૂપ જે અધ્યવસાય વિશેષ તેણે કરીને જીવનું કર્મયાગ્ય પુગળ સાથે આશ્લેષણુ તે અંધ એટલે તેલવાળા શરીરે રજ ચોંટવાની પેઠે આત્મા કર્યું ગ્રહણ કરે છે અથવા તે આત્માનું કર્મ સાથે મળી જવું થઇ જાય છે તેને અંધ કહેવામાં આવે છે. એ અંધ પ્રશસ્ત અને અપ્રશસ્ત એ પ્રકારના હાય છે અને પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકા રના છે. ૧. પ્રકૃતિ એટલે સ્વભાવ; જેમ જ્ઞાનાવરણુ તે જ્ઞાનનું આચ્છાદન કરનાર છે તેમ. ૨. સ્થિતિ એટલે અધ્યવસાયે કરેલા કાળ વિભાગ. ૩. અનુભાગ અથવા રસ તે ગાઢતા મંદતા બતાવે છે. ૪. પ્રદેશ તે કર્મદળના સંચય. એમાં પ્રકૃતિની નજરે જોઇએ તેા એના જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, વેદનીય, માહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય એવા આઠ વિભાગ થાય છે અને તેના પેટા વિભાગે ૧૫૮ થાય છે તે ક્રર્મગ્રંથથી જાણુવા. આ કર્મના વિચાર બહુ સક્ષ્મ રીતે જૈન દર્શનમાં કરવામાં આવ્યા છે અને આખા વિષય વૈજ્ઞાનિક રીતે ચર્ચવામાં આવ્યે છે. આસ્રવેા છે તે પૂર્વ બંધની અપેક્ષાએ કાર્ય છે અને ઉત્તર બંધની અપેક્ષાએ કારણ છે. આસ્રવ અને અંધ અરસ્પરસ ખીજાંકુર ન્યાયે પરસ્પર સંબંધવાળા છે અને પ્રવાહઅપેક્ષાએ અનાદિ હાવાથી તેમનામાં અન્યા ન્યાશ્રય દેષને સદ્ભાવ થતા નથી.
૮ નિર્જરા. આત્મા સાથે બંધાયલાં કર્મોનું સડવું તે નિર્જરા. એ સંવરનું ફળ છે. એના બે પ્રકાર છે: સકામા અને અકામા. સકામા તે આકરા તપની ચર્ચા, કાયોત્સર્ગ, પરીષહસહન, લેાચાદિકસહન કરનાર અને શીલાંગ ધરનાર ચારિત્રીઆથી મની આવે છે અને અકામા તે આકરા શારીરિક દુ:ખ સહન કરવાથી થાય છે. કર્મપુગળનું સડવું તે દ્રષ્ય નિર્જરા કહેવાય છે અને આત્માના શુદ્ધ પરિણામે કરી કર્મની સ્થિતિ પેાતાની મેળે પાકે અથવા ખાર પ્રકારનાં તપે કરી રસવગરનાં કરેલાં કર્મપરમાણુ જેનાથી સડે એવા આ ત્માના પરિણામ થાય તે ભાવ નિજેરા કહેવાય. દ્રવ્ય નિર્જરા તે અકામા છે અને ભાવ નિર્જરા સકામા છે. ખાર પ્રકારના તપમાં છ માલ છે અને છ આંતર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org