________________
પરિશિષ્ટ ૩,
૧૪૦૧ ચકિત, સૌમ્ય, પૃથુ, સંકીર્ણ, નીચે, ઊંચા, વિશાળ મુખવાળે એમ પ્રત્યેક પ્રતિ અનંત પ્રકારને હાય માટે તે તે પ્રકારે પણ તેના સ્વધર્મ અનંત છે. હવે સંબંધ થકી જોઈએઅનંત કાળને વિષે અનંત પરવસ્તુની સાથે પ્રસ્તુત ઘટને આધાર આધેયભાવ અનંત પ્રકારને બને, માટે તેની અપેક્ષાથી સ્વધર્મ અનંત થાય. એ જ પ્રમાણે સ્વસ્વામિત્વ, જન્યજનકત્વ, નૈમિત્તિકત્વ, પોઢાકારત્વ, પ્રકાશપ્રકાશકત્વ, ભેજ્યભોજકત્વ, વાહ્યવાહકત્વ, આશ્રય આશ્રયિત્વ, વધ્યવધકત્વ, વિરોવિરોધકત્વ, શેયજ્ઞાપકત્વ ઇત્યાદિ અસંખ્ય સંબંધે થકી પણું પ્રત્યેક પ્રત્યેકે અનંત સ્વધર્મ સિદ્ધ થાય. વળી અત્ર ઘટના સ્વપરપર્યાય જે અનંતાનંત કહ્યા તેમના પણ ઉત્પત્તિ વિનાશ સ્થિતિ પુનઃ પુનઃ અનંત કાળમાં અનંતવાર થયાં થાય છે અને થશે માટે તેની અપેક્ષાથી પણ ધર્મ અનંત છે-આ પ્રમાણે પીત વર્ણથી આરંભી આટલે સુધી જોતાં ભાવતઃ અનંત ધર્મ સિદ્ધ થયાં. હવે અહીં જે દ્રવ્ય ક્ષેત્ર વિગેરે આશ્રયીને ધર્મ કહ્યાં તેનાથી ઘટ તે અવક્તવ્ય રહે, કેમ કે એવા કોઈ શબ્દ નથી કે જેનાથી ઘટના સ્વધર્મો અને પરધર્મ કહેવાતાં યુગપત્ (એકી વખતે ) કહેવાઈ શકાય. શબ્દથી જે કહેવાય છે તે કમથી જ કહી શકાય છે, એટલે પ્રત્યક્ષેત્રાદિ પ્રત્યેક પ્રકારે અવક્તવ્ય ધર્મ અને અન્ય દ્રવ્ય થકી વ્યાવૃત્ત હોવાથી અવક્તવ્ય એવા પરધર્મ પણું અને નંત છે. એ પ્રકારે જેમ એક ઘટનું અનંતધર્મત્વ બતાવ્યું તેમ આભાદિ સર્વે વસ્તુમાં પણ બેસાડવું. ધર્મો ઉત્પન્ન થાય છે, પાછા વ્યય પામે છે, પણ જે ધમ છે તે દ્રવ્યરૂપે નિત્ય રહે છે. ધર્મ અને ધમનું કાંઈ અનન્યત્વ હોવાથી ધમાં સદા સત્વરૂપે છે, કાલત્રયવતી જે ધર્મો તે પણ શક્તિરૂપે સદાસત છે ( exist in potentiality).
વિવાદાસ્પદ વસ્તુ એક અનેક, નિત્ય અનિત્ય, સત અસત, સામાન્ય વિશેષ, અભિલાય અનભિલાખ ઈત્યાદિક ધર્મવાળું છે, એની એ પ્રમાણે પ્રતીતિ થાય છે. જેની જે પ્રકારે પ્રતીતિ થાય છે તે જ પ્રકારે પ્રમાણ વિષયરૂપે માનવું; જેમ કે ઘટ ઘટરૂપે પ્રતીત થાય છે તો તે જ રૂપે પ્રમાણુવિષય માન્ય છે, પટરૂપે નહિ. આવી રીતે વસ્તુની પ્રતીતિ થાય છે, માટે વસ્તુને અનેકાંત રૂપે જ પ્રમાણુવિષય માનવું. આનું નામ અનેકાંત વાદ છે. અને વસ્તુની સ્થિતિ જોતાં સર્વ દષ્ટિબિન્દુથી સ્વીકાર યોગ્ય લાગે છે. આ અનેકાંત વાદમાં વિરોધ પ્રતીતિ નથી કારણ કે સ્વરૂપાદિથી વસ્તુ સત્ હોય તે જ સમયે પર રૂપાદિથી તેના અસત્વનો તેમાં અનુપલંભ નથી. બૌધ તૈયાયિક વૈશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org