________________
૧૪૦૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
ષિક સાંખ્યાદિ અનેક રીતે આ સ્યાદ્વાદના સ્વીકાર કરે છે અને તેના દાખલાઓ મુદ્દામ રીતે એકઠા કરવામાં આવેલા છે.
જૈનમતમાં પ્રમાણ એ છેઃ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વપરવ્યવવસાયી જ્ઞાન તે પ્રમાણ. આ પ્રમાણનું સામાન્ય લક્ષણ છે. સ્વ તે આત્મજ્ઞાનનું સ્વરૂપ અને પર તે સ્ત્રથી અન્ય અર્થ એમ જાણવું, તે સ્ત્ર અને પર તેમનેા યથાસ્થિત સ્વરૂપે વ્યવસાય એટલે નિશ્ચય જેનાથી થાય તે સ્વપર-વ્યસાચી અને જેનાથી પ્રાધાન્યતઃ વિશેષ ગ્રહણ થાય તે જ્ઞાન. પ્રત્યક્ષઃ અક્ષ એટલે ઇંદ્રિય તેનાથી જણાય, અર્થાત્ તેને આધીન જેની ઉત્પત્તિ તે પ્રત્યક્ષ. પ્રવૃત્તિનિમિત્તે તા અતીદ્રિય પ્રત્યક્ષના અત્ર સમાસ જાવે. એ ખાખતમાં અક્ષના અર્થ જીવ’ કરવેશ. અક્ષને પર અર્થાત અક્ષુબ્યાપારનિરપેક્ષ તે પરાક્ષ-એટલે મનેવ્યાપારમાત્રથી અસાક્ષાત અર્થનું પરિચ્છેદક તે પરાક્ષ. પરોક્ષ છે તે પ્રત્યક્ષર્વકજ પ્રયત છે આવે! કાંઇ નિયમ નથી. અભાવ તે પ્રમાણની કાઢિમાં આવતું જ નથી અને પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થાપત્તિ, સંભવ, ઐતેલ, પ્રાતિભ, યુક્તિ, અનુપલબ્ધિ આદિ જે પ્રમાણ પરમતવાળા બનાવે છે તેમાં અનુમાન અને આગમ એ પરાક્ષના પ્રકાર છે; ઉપમાનનેા સમાવેશ પણ પરાક્ષના અવાંતર ભેદ પ્રત્યભિજ્ઞામાં થાય છે; અર્થાપત્તિ અનુમાનમાં જ આવી જાય છે; ઐતિહ્યમાં તે વક્તા જણાયલા ન હોવાથી પ્રમાણુ રૂપ જ નથી, સંશયરૂપ છે અને આસ વક્તા હોય તે શાબ્દના પેટામાં જાય; પ્રાતિભમાં અકસ્માત જ્ઞાન થાય છે તે અતીક્રિય છે તેથી તેના પ્રત્યક્ષમાં સમા વેશ થાય છે—આવી રીતે સર્વ પ્રમાણેાના સમાવેશ અથવા ખુલાસે પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણથી બંનેા કરે છે. સ્વપરવ્યવસાયી જ્ઞાન તે પ્રત્યક્ષ એ પ્રકારનું છે: સાંવ્યવહારિક અને પારમાર્થિક. સાંવ્યવહારિક તે ખાવ ઇંદ્રિય આદિ સામગ્રીની અપેક્ષા રાખીને આપણ વિગેરેને થાય છે તે અપારમાર્થિક જ્ઞાન. પારમાર્થિક તે આત્મસન્નિધિ માત્રથી અપેક્ષા કરવાવાળું અવધિ વિગેરે પ્રત્યક્ષ જ્ઞાન. સાંવ્યવહારિક બે પ્રકારનું છે: ચક્ષુ વિગેરે ઇંદ્રિયજન્ય અને મનેાજન્ય. તે પ્રત્યેક ચાર પ્રકારના છે: અવગ્રહ, ઇંડા, અવાય અને ધારણા, વિષય અને વિષયી ( ચક્ષુરાદિ વિષયી )ના ભ્રાંતિ વિગેરે રહિત અનુકૂળ નિપાત થકી ઉત્પન્ન થયેલું પ્રથમ દર્શનથી સત્તામાત્ર રૂપે સામાન્ય જ્ઞાન થયેલું અને પછી મનુષ્યસ્રાદિ જાતિ વિશેષથી વિશિષ્ટ જ્ઞાન થયેલું તે અવગ્રહ. આવા અવગ્રહના વિષયની બાબતમાં સંશય પડ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org