________________
૧૩૯૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. છના મુખ્ય બે ભેદ છે: સિદ્ધ અને સંસારી. સંસારી જીવોને એકથી પાંચ ઇન્દ્રિય હોય છે.
એક ઇંદ્રિય (સ્પર્શ)વાળા જીવોના પાંચ પ્રકાર છેઃ પૃથ્વી (માટી, પથ્થર વિગેરે ખાણમાં હોય ત્યારે), અમ્ (પાણી, હિમ, કરા, ધુમસ), તેજસ્ (અગ્નિ), વાયુ (પવન), વનસ્પતિ. વનસ્પતિ પ્રત્યેક અને સાધારણ બે પ્રકારે છે. એક શરીરમાં એક જીવ (ફળ, ફૂલ વિગેરે) અને એક શરીરમાં અનંત જીવ (કંદમૂળાદિ). વળી એ સર્વ (પાંચે) સૂક્ષ્મ અને બાદર હેય છે. સૂક્ષ્મનું શરીર ચર્મ ચક્ષુથી દેખાતું નથી.
સ્પર્શ અને રસ બે ઇંદ્રિયવાળા શંખ કોડા જળ વિગેરે છે. સ્પર્શ રસ અને નાસિકા ત્રણ ઇંદ્રિયવાળા જૂ માંકડ ગીંગડા વિગેરે છે. સ્પર્શ રસ ઘાણ અને ચક્ષુ ચાર ઇંદ્રિય વાળા વીંછી ભમરા તીડ વિગેરે છે.
સ્પર્શ રર પ્રાણ ચહ્યું અને કાન પાંચ ઇન્દ્રિયવાળાના ચાર વિભાગ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. નારકી સાત છે. તિર્યંચમાં કેટલાક જળચર, કેટલાક સ્થળચર અને કેટલાક ખેચર હોય છે; વળી કેઈ પટથી ચાલનારા (ઉરપરિ) અને કેટલાક હાથથી ચાલનારા હોય છે (ભુજપર). મનુષ્ય કર્મભૂમિ અને અકર્મ ભૂમિમાં વસનારા હોય છે; અકર્મ ભૂમિમાં યુગલિકો રહે છે, તેમની ઈચ્છા કલ્પવૃક્ષે પૂરી પાડે છે. દેવોના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ ચાર પ્રકાર છે. આ જીના અનેક ભેદે તેમને સમજવા માટે પાડવામાં આવ્યા છે.
પ્રાણ ધારણ કરે ત્યાં સુધી જીવ કહેવાય છે. પ્રાણ દશ છેઃ પાંચ ઇંદ્રિય, મન વચન કાયનાં બળ, શ્વાસોશ્વાસ અને ભાષા. એ દશ પ્રાણ પૈકી પ્રત્યેક જીવને ઓછા વધતા હોય છે. સંસી પંચેદ્રિયને કુલ દશે પ્રાણું હોય છે. આ પ્રમાણે
જીવસંબંધો વિચાર જૈને કહે છે. ૨ અછવ: જીવથી વિપરીત ધર્મવાળે તે અજીવ. તેના પાંચ
પ્રકાર છેઃ ધર્માસ્તિકાય, અધર્મારિતકાય, આકાશાસ્તિકાય, પુદૂગળ અને કાળ. ધર્મ ચાલવામાં મદદ કરે છે, ગતિપરિશુમી છે, લોકવ્યાપ્ત છે, નિત્ય છે, અવસ્થિત છે, અરૂપી છે. એ ધર્મ ગતિનું અપેક્ષા કારણ છે. તે જ પ્રમાણે સ્થિતિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org