________________
પરિશિષ્ટ ૩,
૧૩૯૧ કર્તા તરીકેના અસ્તિત્વનું તેઓ અનેક દલીલોથી ખંડન કરે છે અને તેઓ છેવટે જણાવે છે કે સૃષ્ટિકતાં ઇશ્વર કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકતો નથી. મનુષ્ય કર્મને લય કરી મોક્ષ જાય છે. સર્વજ્ઞાપણાની સિદ્ધિ તેઓ બહુ પ્રમાણે આપી કરે છે.
જૈને નવ તવ માને છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. અથવા પુણ્ય પાપને બંધમાં અંતગત કરી સાત તત્વ માને છે તેની વ્યવસ્થા નીચે પ્રમાણે છે. ૧ જીવ, ચેતનાલક્ષણ જીવ. તેથી વિપરીત તે અજીવ. આ જીવ
અને અજીવ એ બે પદાર્થો આખા જગત્માં રહેલા છે. તે બેમાં ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાયાદિ સમાય છે, એમની પ્રતિપત્તિ પણ જીવ અજીવ તરીકે જ થાય છે, તેમજ બૌદ્ધાદિકના દુઃખાદિત પણ એ જીવ અજીવથી જુદી જાતિવાળા નથી. એ બે પદાર્થોમાં જે સમાતું ન હોય તે સંભવતું પણ નથી, શશશૃંગવત્ છે એમ જાણવું. પુણ્યાદિ સમજવા માટે જરૂરના છે.
જીવની સંપૂર્ણ વ્યાખ્યા આ પ્રમાણે છેઃ જ્ઞાનાદિ ધર્મથી ભિન્નભિન્ન, વિવુતિમાન, શુભાશુભકર્મ કર્તા, કર્મફલ ભોક્તા, ચૈતન્ય લક્ષણ છવ.
જ્ઞાનાદિ ધર્મ એમ વ્યાખ્યામાં કહ્યું તે જ્ઞાન દર્શન ચારિત્ર સુખ દુઃખ વીર્ય ભવ્યત્વ અભવ્યત્વ સત્વ પ્રમેયત્વ દ્રવ્યત્વ પ્રાણધારિત્વ ક્રોધાદિપરિણતત્વ સંસારિત્વ સિદ્ધત્વ પરવરતુ વ્યાવૃતત્વ એ આદિ સ્વ અને ૫૨ પર્યાય જીવને છે તે જ્ઞાનાદિ ધર્મ કહેવાય. તેમના થકી જીવ ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી.
“વિવૃતિમાન” એટલે નર અમર આદિ પર્યાયમાં ભમવાપણું તે જેને છે તે. આથી એનું ભવાંતરગામિત્વ સમજાય છે અને ફૂટસ્થ નિત્યતા ઉડી જાય છે.
ચૈતન્ય” એટલે સાકાર નિરાકાર ઉપગઆત્મકતા. કર્મકત્ત કર્મફળતા માનવાથી કરેલા શુભ કર્મોનો નાશ થત બચે છે અને નહિ કરેલી બાબત ભોગવવી પડવાના સ્પષ્ટ ખોટા ખ્યાલને દૂર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે જીવની વ્યાખ્યા થઈ. હવે તેના ભેદ-વિભાગો મુખ્યપણે જોઈ લઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org