________________
૧૩૮૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. કઈ દેવ નથી કે જેનું વચન પ્રમાણુ ગણાય. અગાઉના દર્શનકારે કઈ સૃષ્ટિકર્તાને દેવ માનતા, કેઈ સર્વર સર્વદર્શને દેવ માનતા, કોઈ વીતરાગને દેવ માનતા, તેવો કે દેવ છે નહિ એ મીમાંસાને મત છે. તેઓ માને છે કે પુરૂષ સર્વર હોઈ શકે નહિ, મનુષ્યપણામાં એ ગુણ અસંભવિત છે, તેમજ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર વિગેરેમાં પણ સર્વત્વની અસિદ્ધિ માનવામાં આવે છે.
હવે અતીન્દ્રિય પદાથોને સાક્ષાત્ જેનાર કોઈ સર્વજ્ઞ નથી માટે સદાકાળસ્થાયી ( નિત્ય ) વેદવાક્યોથી યથાર્થપણાનો નિશ્ચય થાય છે. અનાદ્રિય પદાથે તે ઇન્દ્રિયવિષય નહિ એવા પદાર્થો જેવા કે આત્મા, ધર્મ, અધર્મ, કાળ, વર્ગ, નરક, પરમાણુ ઈત્યાદિ. એનો સાક્ષાત પ્રત્યક્ષથી લેનાર કોઈ નથી માટે ભૂલા ન ખવરાવે તેવા અનુત્પન્ન સ્થિર એકસ્વભાવ વેદવાક્યથી તેને નિય કરો. પ્રથમ પ્રયત્નથી વેદપાઠ કરવો અને ત્યાર પછી ધર્મ સાધનાર એવી ધર્મજિજ્ઞાસા કરવી. એટલે કે ધર્મ અનીક્રિય છે તે ક્યા પ્રમાણુથી જાણી શકાશે એવા પ્રકારની ધર્મસાધનના ઉપાયભૂત ઈચ્છા કરવી.
ત્યારે ધર્મ ? તેનું નિમિત્ત કેણુ? જોનારુક્ષળડર્થો ધર્મ નોદના એ નિમિન જમવું. નાદનાલક્ષણ જે અર્થ તે ધર્મ જાણ. નાદના એટલે ક્રિયામાં પ્રવૃત્તિ કરાવનાર વેદવાક્ય. જેવા કે જેને સ્વર્ગની અને ભિલાષા હોય તે અગ્નિહોત્ર હેમ કરે. ધર્મ અતપ્રિય છે માટે નાદનાથી ધર્મ જાય છે પરંતુ બીજા કોઈ પ્રમાણુથી નહિ, કેમ કે પ્રત્યક્ષાદિ પ્રમાણે તો વિદ્યમાનને જ ગ્રહણ કરનાર છે, પરંતુ ધર્મ કર્તવ્યતા રૂપ છે અને કર્તવ્યતા તે ત્રિકાળશુન્યાર્થ રૂપ છે. આવો મીમાંસને મત છે.
અનધિગત અર્થ અધિચંતા તે પ્રમાણ એટલે ન ગ્રહણ કરી શકાય તેવા અર્થનું સંશયાદિથી રહિત-પરિચછેદક જ્ઞાન છે. પ્રમાણુ છ છેઃ પ્રત્યક્ષ અનુમાન, શબ્દ, ઉપમા, અથપત્તિ અને અભાવ (૧) પ્રત્યક્ષ: ઇકિને અને સાંપ્રયોગ સતે આત્માને બુદ્ધિ જન્મ
તે પ્રત્યક્ષ. સત્ એટલે વિદ્યમાન વસ્તુ. બુદ્ધિજન્મ એટલે
બુદ્ધિની ઉત્પત્તિ. સંપ્રયાગ એટલે સંબંધ. (૨) અનુમાન: સંબંધના જ્ઞાનવાળાને એક દેશ જતા નજીક
(અસન્નિકૃષ્ટ) એવા બીજા અર્થનું જ્ઞાન તે અનુમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org