________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. આ મતવાળા સર્વરને પણ માનતા નથી, મધમાંસ ખાય છે, વર્ષમાં એક દિવસ સર્વે એકઠા થઈ નજરમાં આવે છે. સ્ત્રી સાથે વ્યવહાર કરે છે, ધમૅને કામથી ભિન્ન માનતા નથી.
ઇદ્રિયગોચર છે તેટલું જ જગત છે એમ તેઓ માને છે. પુણ્યપાપફળ સ્વર્ગ નર્ક અહીં કાંઈ માનવામાં આવતાં નથી. તેઓ કહે છે કે “મૃદુ કે કઠેર વસ્તુ, તીખા કડવા કે કષાયલા દ્રવ્ય, સુગંધી કે કે દુર્ગધી ભાવ, સ્થાવર જંગમ પદાર્થસમૂહ અને વેણ કે વિષ્ણુના અવનિ વિના બીજુ કાંઈ અનુભવમાં આવતું નથી એટલે ભૂતથી ઉત્પન્ન થયેલા ચૈતન્યથી જૂદે ચૈતન્ય હેતુરૂપે કલ્પાયલે અને પરલેક જ. નારે જીવપદાર્થ પ્રત્યક્ષ અનુભવાતો નથી; અર્થાત તે જીવના સુખદુઃખનાં કારણુ ધમધર્મ અને તેના પ્રકૃણ. ફળભેગની ભૂમિ સ્વર્ગ નર, અને પુણ્ય પાપના ક્ષયથી થતા મેક્ષનું સુખ જેનું જુદી જુદી રીતે વર્ણન કરવામાં આવે છે તે બધા આકાશરચનામાત્ર હોઇ કોને હાસ્યાસ્પદ લાગતા નથી? આવું છે ત્યારે અસ્પષ્ટ અનાસ્વાદિત અનાપ્રાત અદષ્ટ અશ્રુત એવા જીવાદિકને આદર કરી જે લેક સ્વગેમેક્ષાદિ સુખની લિપ્સાથી છેતરાઈ માથાનું મુંડન કરાવી આકરી તપસ્યા કરી કે ટાઢ તડકાદિના કલેશે વેઠી જન્મારો બગાડે છે તે બધા મહામાહમાં ભમે છે.”
છાચારે ખાવાપીવાની અને આ શરીરનો ભાગ દ્વારા બને તેટલો લાભ લઈ લેવાની જીવનસાર્થકતા અત્ર માન્ય છે. ગયેલું યૌવન પાછું આવતું નથી, પરલોકમાં તે મળવાનું નથી, માટે તેને હોય ત્યારે પૂરતો લાભ લઈ લેવો. પરલોક વિગેરેને અત્ર ગપાટા માનવામાં આવે છે.
પ્રમાણ માત્ર પ્રત્યક્ષ જ માનવામાં આવે છે. આ લેકો લોકયાત્રાસિદ્ધયર્થે ધૂમાદિ અનુમાન કવચિત્ માને છે પણ સ્વર્ગ અદૃષ્ટ વિગેરેને સાધનાર અલૌકિક અનુમાન સ્વીકારતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org