________________
૧૨૮૪
ઉપમિતિ ભવપ્રપંથા થા.
જ્ઞાનમય અદ્વૈત તેજ તત્ત્વ છે. જ્ઞાનસંતાન અનેક છે. વા સનાના પરિપાકથી નીલપીતાદિકના પ્રતિભાસ થાય છે. સાકાર આધ તે પ્રમાણુ છે. આલપવિજ્ઞાન તે સર્વે વાસનાના આધારભૂત છે. અને આલવિજ્ઞાનની વિશુદ્ધિ તેજ અપવર્ગ એટલે મેાક્ષ.
માધ્યમિક,
આ મત સર્વથી વિલક્ષણુ છે. આ સર્વ શૂન્ય છે. અને પ્રમાણુ પ્રમેયને વિભાગ તે માત્ર સ્વષ્ઠ સમાન છે. મુક્તિમાં શૂન્યતાની જ઼િ થવી જોઇએ એટલા માટે શેષભાવના ઉપર્યુક્ત છે.
ટુંકામાં કહીએ તે પદાર્થો જ્ઞાનસમન્વિત છે એમ બુદ્ધિમાન્ વૈભાષિક કહે છે; ખાચ વસ્તુવિસ્તાર પ્રત્યક્ષ નથી એમ સૌતાંત્રિકે આશ્રય કરે છે; ચેાગાચાર મતાનુયાયીએ સાકાર બુદ્ધિને પરા માને છે અને કૃતાર્થ બુદ્ધિવાળા માધ્યમિકા સ્વચ્છ પરસંવિ જ માને છે.' આ પ્રમાણે સંક્ષેપથી બૌધ મત કહ્યો.
*
*
*
{ *લેાકાયત ( ચાર્વાક ),
ચાર્વાકા(નાસ્તિક )ને લેાકાયત અથવા બાર્હસ્પત્ય પણ કહેવામાં આવે છે. નિર્વિચાર સામાન્યમાત્રને લાક કહેવાય છે. લાકની માફક જે આચરણ કરે તે લેાકાયત, શ્રૃહસ્પતિએ તેમના મતની પ્રરૂપણા કરી
१ अर्थो ज्ञान समन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो महि बाह्यवस्तुविसरः सौतान्त्रिकैराश्रितः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः परा,
मन्यन्ते मत मध्यमाः कृतधियः स्वस्थां परां संविदम् ॥
Jain Education International
૨ કેટલાક તૈયાયિક અને વૈરોષિકને એક માની લેાાયતને છઠ્ઠું દર્શન હે છે, કેટલાક મિમાંસક ને આધુનિક ગણી તેની ગણના દર્શનસંખ્યામાં કરતા નથી. આ ગ્રંથકર્તાએ મિમાંસકને આધુનિક ગણી દર્શનસંખ્યામાં તેની ગણના કરી નથી. પ્રથમને મત ષડ્કર્શન સમુચ્ચય ટીકાકારના છે. ગમે તે રીતે ગણીએ તેમાં વાંધા નથી. સર્વેએ આ નાસ્તિક્ર મતનું સ્વરૂપ ખતાવ્યું છે તેથી એક પ્રકારે વાંધા આવતા નથી. અહીં નિવૃતિના માર્ગો બતાવવાના છે અને નાસ્તિ તા નિવૃત્તિને સ્વીક્રારતાજ નથી તેથી તેમને દર્શનકારમાં સ્થાન ન હેાય તે વધારે ચેાગ્ય લાગે છે. આથી તેમનેા મત મેં કૌંસમાં મૂક્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org