________________
પરિશિષ્ટ ૩.
૧૩૮૩ લિંગના ત્રણ રૂપ છે તે આ પ્રમાણેઃ પક્ષધર્મતા, સપો વિદ્યમાનતા અને વિપક્ષે નારિતતા. ધર્મવિશિષ્ટ ધર્મ તે પક્ષ. તે પક્ષનો ધર્મ તે પક્ષધર્મ.
પક્ષમાં ધર્મનું હોવાપણું તે પક્ષધર્મતા'. સમાન પક્ષ તે સપક્ષ-તેમાં એટલે દાન્તમાં હોવાપણું
એટલે હેતુનું અસ્તિત્વ સમજવું. એ “સપક્ષે વિશ્વ
માનતા” થઈ. એનું નામ “અન્વયે પણ કહેવાય છે. વિરૂદ્ધ પક્ષ તે વિપક્ષ. જેમાં હેતુ સાથે બન્ને ન હોય તે.
તેવા વિપક્ષમાં હેતુનું અત્યંત અવિશ્વમાનવ તે
વિપક્ષે નાસ્તિતા. એનું નામ “વ્યતિરેક પણ કહેવાય છે. હવે બધાના ચાર પ્રકાર છે તેનો સહજ ખ્યાલ કરી લઈએ. વિભાષિક, આ મત એ છે કે તેની માન્યતા પ્રમાણે ક્ષણિક વસ્તુ ચાર
છેઃ જન્મ જન્મ આપે છે, સ્થિતિ સ્થાપન કરે છે, જરા જર્જરિત કરે છે અને વિનાશ વિનાશ કરે છે. આત્મા
પણ તે જ છે અને તે મુદ્દગળ કહેવાય છે. સૌતાંત્રિક રૂ૫, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર (જેનું વર્ણન ઉપર
થઈ ગયું છે તે) એ પાંચ સ્કંધ શરીરી માત્રને છે પણ આત્મા એવું કાંઈ નથી. પર લેકમાં એ સ્કંધે જાય છે. તેઓ પાંચ માને છે તે આ છેઃ અતીત અફવા, અનાગત અઠ્ઠા, સહેતુક વિનાશ, આકાશ અને પુગળ. અન્ય મતવાળાઓ નિત્યત્વ વ્યાપકત્વ વિગેરે ધર્મવાળે જે આત્મા કપે છે તે અહીં પુદગળ સમજો. બાહ્ય પદાથે માત્ર નિત્ય અને અપ્રત્યક્ષ છે, માત્ર જ્ઞાનાકારની ઉપપત્તિ તેની સત્તા માન્યા વિના થઈ શકતી નથી માટે તે છે એટલું આ મતવાળા માને છે. સાકાર બોધ તેજ પ્રમાણુ, સંસ્કાર માત્ર ક્ષણિક છે. અન્ય અપોહ એટલે ઈતર પદાથેની વ્યાવૃત્તિ તે શબ્દાર્થ. નૈરાગ્ય ભાવ પામતાં જ્ઞાનસંતાનને
ઉકેદ થાય તેજ મોક્ષ. યોગાચાર, વિશ્વમાત્ર વિજ્ઞાન માત્ર જ છે. બાહ્ય એવો પદાર્થ છે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org