________________
૧૩૮૧
પરિશિષ્ટ ૩. એક ભવમાંથી અનંત ભરમાં ભટકનાર તે સંસારી. તે અત્ર સ્કંધ છે. તે સચેતન અને અચેતન બન્ને છે. એ સિવાય બીજે કઈ જીવ કે આત્મા નથી.
સ્કંધ પાંચ છે: વિજ્ઞાનકંધ,વેદનાત્કંધ, સંજ્ઞાસ્કંધ, સંસારસ્કંધ, રૂપદ્ધધ. વિજ્ઞાન સ્કંધ: આલોચના માત્ર નિર્વિકલ્પક જ્ઞાન, શુદ્ધ વ
સ્તુથી થયેલ બાળ મૂક વિગેરેને થાય છે તે સર્વને પણ
અહીં સમાવેશ છે. વેદનાલ્ડંધ: સુખરૂપા, દુઃખરૂપા, અદુ:ખરૂપા. એ પૂર્વકૃત
કર્મના યોગ થાય છે. સંજ્ઞાસ્કંધ: નિમિત્તનું ગ્રહણ. ગાયપણું એ ગાયના જ્ઞાનનું નિ
મિત્ત છે. જાતિવ્યક્તિના યોગથી સવિકલ્પક જ્ઞાન થાય તે. સંસ્કારસ્કંધ: પુણ્ય અપુણ્યાદિ ધર્મસમુદાય. એના પ્રબોધથી
પૂર્વાનુભૂત વિષયના સ્મરણાદિ ઉદ્ભવે છે. રૂપરૂંધ: પૃથ્વી ધાતુ વિગેરે. એ પાંચે ક્ષણમાત્ર અવસ્થાયી છે. સર્વ સસ્કાર ક્ષણિક છે. (૨) સમુદય: દુખનું કારણ સમુદય છે. જેનાથી લોકમાં રાગા
દિને હું અને મારા રૂપી અખિલ ગણુ ઉદય પામે છે તે
સમુદય, (૩) માર્ગ: સર્વ સંસ્કાર ક્ષણિક છે એવી વાસના બંધાવી તે માર્ગ.
પોતાના કારણથી ઉત્પન્ન થતા પદાથે વિનાશી સ્વભાવવાળા પેદા થાય છે. જે નિત્ય સ્વભાવવાળા હોય તો ક્રમ અને યોગપદ્યને લઈને તેનામાં અક્રિયાપણું વ્યાપક હેવું જોઈએ તે આવશે નહિ તેથી તો તેના વ્યાપ્ય પદાર્થને પણ અભાવ થઈ જાય. આ મુદ્દો સિદ્ધ કરવા બૌદ્ધો અનેક પ્રકારની દલીલ કરે છે તે જેવી. સર્વ પદાર્થ ક્ષણિક છે અને આત્મા છે નહિ એવા આકારવાળી વાસના થાય, અર્થાત્ પૂર્વજ્ઞાનજનિત અને શક્તિપરંપરાથી ઉત્તર
જ્ઞાનમાં આવેલી એવી માનસ પ્રતીતિ થાય તેનું નામ “માર્ગ.” (૪) મોક્ષ: ચિત્તની નિકલેશાવસ્થા તે મુક્તિ, નિરોધ. સર્વ પદા
થેનું ક્ષણિકત્વ અને આત્માનું નારિતત્વ એવો જે ચિત્તનો વિશેષાકાર તે માર્ગ અને એ માર્ગ તે નિરોધનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org