________________
૧૩૬૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
પરિશિષ્ટ નં. ૩, (પ્રસ્તાવ ૪ પ્રકરણ ૩૧.)
પપુરના નિત્કૃતિમા.
યાયિક, “હવે એ છ દર્શન પૈકી તૈયાયિકે પિતાને નિવૃતિમાર્ગ આવી રીતે કલ્પે છેઃ
સોળ તત્ત્વોના યથાર્થ જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તે સોળ તો આ પ્રમાણે (૧) પ્રમાણ. (૨) પ્રમેય. (૩) સંશય. (૪) પ્રયોજન. (૫) દષ્ટાન્ત. (૬) સિદ્ધાન્ત. (૭) અવયવ. (૮) તર્ક. (૯) નિર્ણય. (૧૦) વાદ. (૧૧) જલ્પ. (૧૨) વિતંડા. (૧૩) હેત્વાભાસ. (૧૪) છલ. (૧૫) જાતિ. (૧૬) નિગ્રહસ્થાન.
૧, પ્રમાણ, અર્થની ઉપલબ્ધિનું કારણ તે પ્રમાણ. તેના ચાર પ્રકાર છેઃ ૧ પ્રત્યક્ષ. ૨ અનુમાન, ૩ ઉ૫માન. ૪ શબ્દ,
(૧) પ્રત્યક્ષ ઇંદ્રિય અને પદાર્થોના સંબંધથી ઉત્પન્ન થનાર, ૧ આ પરિશિષ્ટ બહુ વિચાર અભ્યાસ અને શ્રમ કરીને લખ્યું છે, તેને વિષય દાર્શનિક છે તેથી સામાન્ય વાંચનારે આખું છોડી દેવું. આ વિભાગમાં મેં પહદર્શન સમુચ્ચય ગ્રંથ અને ટીકાનો છૂટથી ઉપયોગ કર્યો છે અને મૂળ લેખમાં ઘણે વધારો કર્યો છે. જિજ્ઞાસુને ઘણી હકીકત ભાષામાં મળે તેથી બહુ સ્થાનેથી મેળવી વિચારી હકીકત લખી છે. સામાન્ય વાંચનારે આ પરિશિષ્ટ છેડી દેવું. આમાં મૂળમાં જે નામો આવ્યાં છે તેની વ્યાખ્યા વિગત અન્ય સ્થાનેથી લીધા છે. કોઈ પણ બાબત આધાર વગર લખી નથી. મે. ગિ. કા. ૨ પ્રકરણ ૩૧ માંને અત્ર વિસ્તાર છે. આ દાર્શનિક વિષય છે.
અભ્યપદેશય એટલે કલ્પનારહિત. ઇઢિયાર્થી સંનિકર્ષ(સંબંધ) છ પ્રકારનો છે. પાંચ ઇકિય અને છ અભાવ. વ્યભિચારી જ્ઞાન તે શક્તિમાં રજત બુદ્ધિ વ્યવસાયાત્મક એટલે નિશ્ચયાત્મક. આમાં અગિ અને યોગિ એમ બન્ને પ્રકારના પ્રત્યક્ષને સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org