________________
૧૩૬ર
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
(૧) પૃથ્વી કાઠિન્ય લક્ષણવાળી. (૨) જળ. (૨) અગ્નિ, તેના ચાર પ્રકાર છેઃ લાકડા કે છાણાના તે ભૌમ; સૂર્ય કે વિજળીના તે દિવ્ય; આહાર પચાવનાર તે ઔદર્ય; અને સેાના વિગેરેના તે આકરજ. (૪) વાયુ, (૫) આકાશ, શબ્દગુણુ, (૬) કાળ-પર, અપર, ચિત્ર, ક્ષિપ્ર વિગેરે. (ડ) દ્વિ-દિશા દશ પ્રકારના પ્રત્યય. (૮) આત્મા તે જીવ. તે અનેક નિષ અમૂર્ત અને વિભૂ-દ્રવ્ય છે. (૯) મનસ તે ચિત્ત. તે અનિત્ય છે, દ્રવ્ય છે, અણુમાત્ર છે, અનેક છે, આશુસંચારી છે અને પ્રતિશરીરે એક એક છે.
૨. ગુણ. પચીશ છે:
(૧) સ્પર્શ, ગિન્દ્રિયગ્રાહ્ય છે અને પૃથ્વી અપૂ તેજસ્ અને વાયુમાં રહે છે.
Jain Education International
(૨) રસ: રસનેંદ્રિય ગ્રાહ્ય છે અને પૃથ્વી તથા જળમાં રહે છે. (૩) રૂપ: ચક્ષુર્ગાલ છે અને પૃથ્વી, જળ અને તેજમાં રહે છે.
(૪) ગંધ: એ પ્રાણગ્રાહ્ય છે અને પૃથ્વીમાં રહે છે. (૫) શબ્દ: શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય છે, આકાશવૃત્તિ અને ક્ષણિક છે, કહું .શબ્દુલીને જે આકાશ અવિરૂદ્ધ હેાય તે. તેના શ્રોત્ર એવી રીતે વિભાગ અને છે.
(૬) સંખ્યા: એકત્વાદિ વ્યવહારહેતુ.
(૭) વિભાગ: પ્રાપ્તિપૂર્વક અપ્રાપ્તિ તે વિભાગ.
(૮) સંયાગ: અપ્રાપ્તિપૂર્વક પ્રાપ્તિ તે સંયેાગ. એ અન્ને વિ યુક્ત અને સંયુક્તના યથાક્રમ હેતુ છે.
(૯) પરિમાણ: મહત, અણુ, દીર્ઘ અને -હસ્ત્ર.
(૧૦) પ્રથકવ: સંયુક્ત દ્રવ્ય હોય પણ જેને લઇને આ આનાથી જાદુ એમ થાય તેવા જૂદાપણાનું કારણ તે પૃથકત્વ.
૧ આત્મા સર્વગત છતાં જ્ઞાન ક્રમથી થાય છે તેનું કારણ મન છે. એ નવ પદાર્થોમાંથી પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર પ્રત્યેક નિત્યાનિત્ય ભેદથી દ્વિપ્રકાર છે. એમાં જે પરમાણુરૂપ તે નિત્ય અને પરમાણુથી બનેલાં દ્રષણકાદિ દ્રવ્ય તે અનિત્ય. આકાશાદિ તે નિત્ય દ્રવ્ય જ છે કેમકે ઉત્પત્તિમાન નથી. નવ પ્રકાર છતાં દ્રવ્ય સામાન્યથી બે પ્રકારે છેઃ અદ્રવ્યદ્રવ્ય અને અનેક દ્રવ્યદ્રવ્ય. અદ્રવ્યદ્રશ્ય તે આકાશ, કાલ, દિગ, આત્મા, મનસ્ અને પરમાણુ કેમકે તે કાઇ કારણુદ્રવ્યથી બનતા નથી, અનેકદ્રવ્યદ્રશ્ય તે ચણુકાદિ સ્કંધ.
For Private & Personal Use Only
www.jainelibrary.org