________________
૧૩૭૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
સ્થાન. જે પ્રત્યુચ્ચાર કરી શકતા નથી તે દૂષણ શા આધારે કહેશે?
(૧૫) અજ્ઞાન: પરિષદ્ જાણી શકી હોય પણ પ્રતિવાદી ન સમજી શકયા હોય એવું જે વાદીનું કહેવું તે પ્રતિવાદીનું અજ્ઞાન નામે નિગ્રહસ્થાન. કેમકે ઉત્તરના વિષય જ તે જાણતા નથી તે શું બેલે?
(૧૬) અપ્રતિભા: પરપક્ષનું ગ્રહણ થયું હોય, તેનું અનુભાષણ કરી બતાવ્યું હાય, છતાં તેના ઉત્તર જડે નહિ એ અપ્રતિભા નામે નિગ્રહસ્થાન કહેવાય છે.
(૧૭) વિક્ષેપ: કાર્યવ્યાસંગના ન્હાનાથી કથાના વિચ્છેદ કરવા તે. સાધવા ધારેલા કાર્યની સાધનતા શક્ય માની લઈ કથાને કોઇ પ્રકારે ઉડાવવી. જેમકે: આ કરવું મારે રહેવા દેવું પડે છે કેમકે ઉપરૂદ્ધ થયા છે. આ વિક્ષેપથી પરાજય.
(૧૮) મતાનુજ્ઞા: સ્વપક્ષમાં સામાએ કાઢેલા દાષના ઉદ્ધાર કર્યા વિના પરપક્ષમાં દોષનું આરોપણ કરવા બેસવું તે. તમે પુરૂષ છે, માટે ચાર છે; પ્રસિદ્ધ ચારાદિની પેઠે ત્યાં એમ કહે કે ‘તમે પણ પુરૂષ હોવાથી ચાર છે, તે તેમાં પેાતા પરના દોષના સ્વીકાર થઇ જાય છે અને તેમ કરતાં વાદી પરાજય પામે છે. (૧૯) પર્યયેાજ્યાપેક્ષળુ: નિગ્રહાસના અનિગ્રહ. પર્યંનુયાજય એટલે પ્રતિપક્ષીને પ્રેરણા કરે જે આ નિગ્રહસ્થાન તમે પામ્યા માટે તમારે પરાજય થયો એમ કહેવામાં આવે તે છતાં તે ઉપેક્ષા કરી અંગીકાર ન કરે તેા ઉક્ત નિગ્રહસ્થાન પામે.
(૨૦) નિરનુયેાજ્યાનુયોગ: અનિગ્રહ સ્થાને નિગ્રહસ્થાન કહેવામાં આવે તે. નિગ્રહને અનહે એવા વાદીને કહેવામાં આવે જે તમે નિગ્રહ પામ્યા તા એમ કહેનાર પતે જ અસદ્ દોષની ઉદ્ભાવનાથી નિગ્રહ પામે છે. (૨૧) અપસિદ્ધાન્ત: સિદ્ધાન્તના અણુપગમ કરીને પછી અનિયમિત કથાપ્રસંગમાં પડવું તે. અમુક સિદ્ધાન્ત અંગીકાર કરી પછી આડી અવળી વાત કરવી તે. પેાતે કહેલ સિદ્ધાન્તની વિરૂદ્ધ ખેલવું તે નિગ્રહસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org