________________
૧૩૭૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા
સાંખ્ય.' સાંખ્યમતનો નિવૃતિમાર્ગ આ પ્રમાણે કલ્પાય છે. નિરીશ્વર અને સેશ્વર બન્ને પ્રકારના સાંખ્યોની તત્ત્વવ્યવસ્થા એકસરખી છે. તેઓ પચીશ તત્વને માને છે અને એ પચીશ તના યથાર્થ જ્ઞાન નમાં મુક્તિ માને છે. તેમની તત્વવ્યવસ્થા નીચે પ્રમાણે છે૧ પ્રકૃતિ-પ્રધાન,
ત્રણ ગુણો છેઃ સરવ: રજસ અને તમસ.
૧ સાંખ્ય: ત્રિદંડ કે એક દંડ, કૌપીનધારી કે ધાતુ રતાંબર ધારી, શિખાવાળા કે જટાધારી, માથે મુંડેલા અને મૃગચર્મ આસનવાળા, દ્વિજધરે જ જમનારા, પંચ ગ્રામ પરાયણ, દ્વાદશાક્ષર જ પનારા, પરિવ્રાજક આ મતના ભક્તો હોય છે અને વંદના કરતાં “ નમો નારાયણાય” એમ ઉચ્ચાર કરે છે અને પ્રત્યુત્તરમાં પણ “ નારાયણાય નમ:' એમ કહે છે. તેઓ દયા નિમિત્તે ભૂખનિશ્વાસને રોકનારી મુખવસ્ત્રિકા ( લાકડાની) રાખે છે, જળજીવ૫ર દયા રાખવા પાણી માટે ગળણું નિરંતર સાથે રાખે છે અને ભક્તોને ઉપદેશ આપી તેમની પાસે છત્રીશ આગળ લાંબુ અને વીશ આગળ પહોળું ગળણું રખાવે છે. તેઓ કહે છે ખારા જળથી મીઠા પાણીના પોરા મરી જાય છે અને મીઠાથી ખારાના મરી જાય છે માટે જળસંકર કરે નહિ.
સાંખ્યમતમાં કેટલાક ઈશ્વરને દેવતા માને છે, કેટલાક ઈશ્વર માનતા નથી તે નિરીશ્વર સાંખ્ય કહેવાય છે. તેમને (નિરીશ્વર) નારાયણ દેવતા છે. તેમના મતના પ્રવર્તક કપિલ, આસુરિ, પંચશિખ, ભાર્ગવ, ઉત્પલક વિગેરે થયા છે. કપિલ પ્રવર્તકના નામથી તે મત કપિલ પણ કહેવાય છે; વળી કપિલનું બીજું નામ પરમર્ષિ હોવાથી તે મતને પરમ પણ કહેવાય છે.
બનારસમાં તે મતવાળા ઘણા હોય છે. કેટલાક તો માસ માસના ઉપવાસ કરે છે. તેઓ વેદમાં બતાવેલી હિંસાથી દૂર રહી અધ્યાત્મવાદિઓ કહેવાય છે.
૨ સાંખ્ય મત પ્રમાણે ત્રણ પ્રકારનાં દુઃખથી દાઝેલાને તત્વજિજ્ઞાસા પેદા થાય છે. તે ત્રણ પ્રકારનાં દુઃખ આ પ્રમાણે છે: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આધ્યાત્મિક દુઃખ બે પ્રકારે છે. શારીર અને માનસ. તેમાં વાત પિત્ત કફના વૈષમ્યથી વર અતિસારાદિ થાય તે શરીર અને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા આદિથી થાય તે માનસ. એ સર્વ આંતર ઉપાયથી સાધ્ય હોવાને લીધે આધ્યાત્મિક દુઃખ કહેવાય છે. બાહ્ય ઉપાયસાધ્ય દુઃખ બે પ્રકારનું છેઃ યક્ષ રાક્ષસ ગ્રહ વિગેરેના આવેશથી થયેલું તે આધિદૈવિક અને મનુષ્ય પશુ પક્ષી મૃગ સર્પ વિગેરેને નિમિત્તે થયેલું તે આધિભૌતિક. આ ત્રણ પ્રકારના દુઃખને લીધે બુદ્ધિમાં રહેલા રજ:પરિણામના ભેદથી પ્રાણીને પીડા થાય છે અને તે દુઃખ ટાળવા તવજિજ્ઞાસા ઉદભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org