________________
પરિશિષ્ટ ૩.
૧૩૦૩
(૧૧) (૧૨) પરત્વ-અપરત્વ: આ પર છે, આ અપર છે એવું જણાય તે. એ અન્ને દિદ્યુત અને કાળકૃત છે. એક દિશામાં રહેલા પદાર્થ એક દૃષ્ટાની અપેક્ષાએ નજીક, ખીજાને દૂર, તે દિત્કૃત, તેમજ કાળથી પણ સ્થિતિમાં યુવાવૃદ્ધાદિના ફેર પડે છે.
(૧૩) બુદ્ધિ: જ્ઞાનાનંતર ગ્રાહ્ય જ્ઞાન તે બુદ્ધિ. તેના એ પ્રકાર છેઃ વિદ્યા અને અવિદ્યા. વિદ્યા ચાર પ્રકારની છેઃ પ્રત્યક્ષ, લૈંગિક, સ્મૃતિ અને આર્યું. અવિદ્યા ચાર પ્રકારની છેઃ સંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન, (૧૪) સુખ: અનુગ્રહ લક્ષણ.
(૧૫) દુ:ખ: એને સ્વભાવ આત્માને ઉપઘાત કરવાના છે. (૧૬) ઇચ્છા: સ્વાર્થે કે પરાર્થે અપ્રાપ્ત પ્રાર્થન તે ઇચ્છા. કામ, અભિલાષ, રાગ, સંકલ્પ, કારૂણ્ય ઇત્યાદિ તેના ભેદ છે.
(૧૭) ધર્મ: કઈંકલ આપનાર આત્માના ગુણુ જે આત્મા અને મનના સંયોગથી ઉત્પન્ન થાય છે જે સ્વકાર્યના વિરોધી છે તે ધર્મ અને અધર્મ ભેદવાળા અદૃષ્ટ નામના ગુણુ છે. એમાં ધર્મ છે તે પુરૂષણ છે, કરનારને પ્રિયહિતમાક્ષાદિના કારણભૂત છે, અતિન્દ્રિય છે અને અંત્ય સુખસંવિજ્ઞાનના વિરોધી છે.
(૧૮) અધર્મ: એ પણ આત્મગુણ છે અને તેના કર્તાને અહિત્ય પ્રત્યાયના હેતુ છે, અતીન્દ્રિય છે અને અંત્ય દુઃખસંવિજ્ઞાનના વિરોધી છે.
(૧૯) પ્રયત્ન: તે ઉત્સાહ છે. એ અંતઃકરણને અન્ય ઇંદ્રિય સાથે યાગ કરાવનાર છે અને હિતાહિતપ્રાપ્તિપરિહાર માટેના ઉદ્યમરૂપ તથા શરીર વિધારક છે.
(૨૦) સંસ્કાર: એના બે પ્રકાર છેઃ ભાવના અને સ્થિતિસ્થાપક. ભાવના આત્મગુણ છે, જ્ઞાન છે, જ્ઞાનહેતુ છે; દૃષ્ટ અદૃષ્ટ શ્રુતની સ્મૃતિથી તે અનુમેય છે. સ્થિતિસ્થાપક એ મૂર્ત દ્રવ્યના ગુણ છે.
(૨૧) દ્વેષ: પ્રજવલન્ રૂપ. દ્રોહ,
ક્રોધ, અક્ષમા, અમર્ષ એ
ભેદ છે.
૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org