________________
૧૩૩૭
પ્રકરણ ૨૨] વામદેવના હાલહવાલ. આકારમાં મને અનેક પ્રકારે વિડંબના કરવામાં આવી. એ બહલિકા અને તેમની પ્રેરણુથી હું પાપ કરતે ગયો અને તેના પ્રતાપે મેં દુઃખે પણ બહુ સહન કર્યા. જે જે સ્થાને હું ગયો ત્યાં તેઓની મારાપર અસર પહોંચ્યા કરતી હતી અને તેને પરિણામે મારે અનેક દુખે સહન કરવા પડતાં હતાં.
*
પ્રજ્ઞા વિશાળાની રહસ્યવિચારણા સંસારીજીવે આ પ્રમાણે વાર્તા કહી તે વખતે પ્રજ્ઞાવિશાળાના મનમાં ઘણે સંવેગ આવી ગયું અને તેણે વિચાર કર્યો કે-અહે પેલે સ્તેય મિત્ર તો કેાઈ કલ્પી ન શકે તે દુઃખદાયક જણાય છે! અને માયા પણું ઘણું જ ભયંકર જણાય છે! આ બાપડે તે બન્નેમાં આસક્ત રહ્યો તેથી એને બહુ નાટક કરવાં પડ્યાં, ભારે દુઃખ સહન કરવાં પડ્યાં, બહુ ત્રાસ વેઠવા પડ્યા. એનું ચરિત્ર જોતાં એને કેવા ખેલ કરવા પડ્યા તેનો ખ્યાલ આવે છે. એ ખરાબ મિત્રની (માયાની) અસર તળે પ્રથમ તે એણે મહાત્મા વિમળકુમાર જેવા અત્યંત સંપુરૂષને છેતરી તેના પર માયાને પ્રયોગ કર્યો અને તેને પરિણામે વધેમાન નગરમાં એ પ્રથમ તે તરખલાને તોલે થયો. ત્યાર પછી કાંચનપુરમાં એને અત્યંત પ્રેમ રાખનાર તદન સીધો સરળશેઠ મળ્યો તેને ત્યાં એણે બીજા (સ્તેય) મિત્રની અસરતળે ચોરી કરી અને તેને પરિણામે એ મહા ઘોર વિડંબના પામ્યો. એનું આખું વામદેવ તરીકેનું ચરિત્ર માયા અને તેની સત્તાથી ઘેરાયેલું જણાય છે. મહાત્મા બુધસૂરિ જેવાને એને સંબંધ થયો અને એ મહાભાગ્યવાનું મહાત્માનાં ઉપદેશક વચનો સાંભળવાનો એને પ્રસંગ મળ્યો છતાં તેની અસર પણ તેના ઉપર ન થઈ શકી તેનું કારણ પેલી માયા જ જણાય છે. કેઈ માણસ તદ્દન સાચી વાત કરે તે પણ તેના ઉપર વિશ્વાસ ન આવે અને ઉલટો સાચા બોલનાર પર તિરસ્કાર છૂટે ત્યારે જાણવું કે એવી સ્થિતિમાં પડનાર માણસ પોતે જ માયાની અસરમાં ડૂબી ગયેલ છે, કારણ કે એવા પ્રકારની સ્થિતિ માયા જ ઉત્પન્ન કરે છે. બીજા માણસે દેષ કર્યો તેનો આરોપ આ સંસારીજીવપર આવ્યો તેનું કારણ પણ માયા અને તેને સંબંધ જ છે. ખરેખર એ માયા અને તેય અનંત દેની ખાણ છે! આવું છતાં પણ પાપી લેકે એ બન્નેને સંબંધ છોડતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org