________________
મરણ ૨૨] રામદેવના હાલહવાલ.
૧૩૩૫ મારે પુદર્ય' મિત્ર જે જન્મથી મારી સાથે હતો પણ જે હાલમાં દુબળે દુબળ થયા કરતો હતો તે હવે તદ્દન નાશ પામી ગયે અને મારી પાસેથી પસાર થઈ ગયે, કારણ કે તે મારું આવું દુક વર્તન જોઇને મારાથી તદ્દન કંટાળી ગયો હતો.
જાણીતા ચાર માર્યો જાય, રાજાની શંકા અને હુકમ,
આખરે વામદેવને ફાંસી, રાજાએ જે હુકમ ફરમાવ્યો તે સરળશેઠે કબૂલ કર્યો. લોકોના તિરસ્કાર વચ્ચે રાંક દિનની માફક હું ત્યાર પછી રાજમંદિરમાં રહેવા લાગ્યો. મારા ભાઈ બહેન તેય અને બહલિકા બન્ને જે કે મારા - રીરમાં જ વસતા હતા તે પણ રાજભયથી જરાએ જોર કરી શકતા ન હતા અને અત્યારે તે જાણે અંદર શાંત થઈ ગયા હોય તેવા દેખાતા હતા. આ પ્રમાણે સ્થિતિ હોવા છતાં લોકે તે મારી તરફ શંકાની નજરે જ જતા હતા અને કોઈ બીજો ચોરી કરે તો પણ મારી ઉપર જ તેને શક લઈ જતા હતા. હું તદ્દન સાચી વાત કહું તે પણ લેકે મારી વાત માનતા જ નહિ, મારા વચન ઉપર વિશ્વાસ મૂકતા નહિ અને મને સાચા સમજતા નહિ. મારા તરફ ધિક્કાર બતાવી મને ઉઘાડી રીતે કહેતા કે “ અરે બસ બેસ! તારી સચ્ચાઈ તો અમે બહ જોઈ છે! આવી રીતે જેમ કાળે સર્ષ બીજા સર્વને સંતાપનો હેતુ થાય તેમ હું પણ સર્વને ઉદ્વેગ કરાવનારે થઈ પડ્યો હતે. અહ અગૃહીતસંકેતા! હું તો એ વખતે એવા સંયોગેમાં બહુ વખત સુધી અનેક પ્રકારની વિડંબના પામ્યા જ કરતા હતા.
હવે એક વખત એવી હકીકત બની કે રાજાનું લક્ષ્મીગૃહ (ભંડાર) કેઈ વિદ્યાસિદ્ધે ફાડ્યું અને ચોરી કરી તેમાંનાં સર્વ રત્ર અલકારાદિ ચીજો તે ઉપાડી ગયો, પણ વિદ્યાના જોરથી તે પકડાયો નહિ. તે તદ્દન અદશ્ય રૂપે આવેલ હતો તેથી ચોરીની વસ્તુ લઈને ચાલ્યા ગયા ત્યારે તેના જેવામાં પણ આવ્યો નહિ. આનું આળ સર્વ મારે માથે આવ્યું. મેં અગાઉ ચારીનાં પરાક્રમ કર્યા હતાં તે
૧ જુઓ ૫. ૧૧૪ર (પ્ર. ૫. પ્ર. ૧)
૨ માણસે કાં તો નિયમથી અને કાં તો ભયથી સીધા ચાલે છે. નિયમથી ચાલનારને લાભ મળે છે, ભયથી અટક્કારને માત્ર દુઃખ થતું નથી એટલે જ લાભ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org