________________
૧૩૩૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૫ સર્વને યાદ હતાં અને બીજો કોઈ રાજમંદિરમાં આવે તે સંભવ ન હોત, તેથી આખરે શકને આધારે મને પકડવામાં આવ્યો. મને અનેક પ્રકારે બહુ માર માર્યો એટલું જ નહીં પરંતુ ગુન્હો કબૂલ કરાવવા માટે મને અનેક પ્રકારની અસહ્ય વિડંબનાઓ કરવામાં આવી. આ વખતે મારા ઉપર અત્યંત કપાયમાન થયેલ રાજાએ મને એટલી કદર્થના કરી કે તેનું વર્ણન થાય નહિ. આ વખતે સરળશેઠે આવીને ફરીવાર રાજા પાસે દયા માગી, પણ રાજાએ આ વખતે તેનું પણ માન્યું નહિ. આખરે હું મોટેથી પોકાર કરતા, રડતો રહ્યો અને મને ફાંસીને લાકડે લટકાવી દેવામાં આવ્યો.
સંસારજીવની રખડપટ્ટી. જે વખતે મને ફાંસીને લાકડે ચઢાવવામાં આવ્યું તે વખતે મારી સ્ત્રી ભવિતવ્યતાએ મને જે ગોળી આપી હતી તે તદ્દન જીર્ણ થઈ ગઈ, એટલે તેણે મને એક બીજી ગોળી આપી. એ ગોળીના પ્રતાપથી પાપિછવાસ નામની નગરીના છેલ્લા પાડામાં હું ગયું. એ પાડે તીવ્ર દુ:ખ સમૂહથી જ ભરેલો હતો. ત્યાં મે અનેક પ્રકારના મહા ભયંકર દુઃખે અસંખ્યાતા કાળ સુધી સહન કર્યા. વળી ત્યાર પછી મને ભવિતવ્યતાએ એક બીજી ગોળી આપી તેના વેગથી હું પંચાક્ષપશુસંસ્થાન પાડામાં (પંચેંદ્રિયતિર્યંચગતિમાં) આવ્યો અને તેવી રીતે નવી નવી ગોળીઓ આપીને મને અનેક નગરમાં બહુવાર રખડાવ્યો. એક અસંવ્યવહાર નગર સિવાય એવું કઈ ગામ કે નગર ન રહ્યું કે જ્યાં હું બહુ વખત રખ ન હોઉં અથવા જે નગર મેં ઘણીવાર જોયું ન હોય. એમાં પણ મેં બહલિકાને લઈને અગાઉ ઘણુ દોષો કર્યા હતા, તેથી પંચાક્ષપશુસંસ્થાન નગરમાં મારી પાસે સ્ત્રીનું રૂપ વારંવાર ધારણ કરાવવામાં આવ્યું અને તેવી રીતે તે
૧ પાપિછવાસ તે નારકી. તેનો છેલ્લો પાડો તે સાતમી નારકી. એને અગાઉ પાપિપંજરના નામથી પણ ઓળખાવેલ છે. જુઓ પ્ર. ૪ પ્ર. ૨૭.
૨ અસંવ્યવહાર નગરમાંથી નીકળેલ જીવ ફરીવાર નિગોદમાં જાય તો પણ તે વ્યવહારીઓ કહેવાય છે તેથી અસંવ્યવહાર નગરે જવાનું ફરીવાર કોઈ પ્રાણીને રહેતું નથી. જુઓ પૃ. ૧૧૨૯.
૩ માયા કરનાર સ્ત્રી થાય છે. મલ્લિનાથના દૃષ્ટાન્તથી આ હકીકત સ્પષ્ટ છે. સ્ત્રીમાં માયા વિશેષ હોય છે અને માયાનું ફળ સ્ત્રીલીંગ છે એમ અનેક જગ્યાએ સૂચન થતું જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org