________________
પરિશિષ્ટ ૧.
૧૩૪૯ શંખધમનારા. આ કાનફટ જોગીઓનો એક મત છે. તેઓ શંખને વગાડવામાં મહા પુણ્ય માને છે અને તે દ્વારા પોતાની પ્રગતિ માને છે. શરીરે રાખ, ઉપર નૈરવ વસ્ત્ર, ગળામાં મુંડમાળા, કપાળે ત્રિપું, હાથમાં કમંડળ અને પગમાં ચાખડી. શંખ ડાબા હાથમાં રાખી ફેંકે છે.
સિદ્ધવાદીએ. કુલંત.
તાપસ, તાપ લેનારાને અથવા જેને તાપ હોય તેને તાપસ કહે છે (દશ. ૨. અ) અથવા જેમાં તાપની મુખ્યતા હોય તે તાપસ. (દશ. ૧૦. અ.) દર્શન શુદ્ધિ ગ્રંથમાં એની વ્યાખ્યા કરતા કહે છે કે સતપ વનવાસિનિ વિરે દર્શન. ૧. તત્ત્વ. શ્રી આદિનાથ જ્યારે એક વર્ષ સુધી ગોચરી માટે ફર્યા ત્યારે તેમના શિષ્યો વનમાં રહેવા લાગ્યા, કંદાદિ ખાવા લાગ્યા અને “તાપસ નામથી પ્રસિદ્ધ થયા.
ગિારહા. સૂચિઓ, રાજપિંડવાળા, સંસારમોચકા, સર્વાવસ્થા,
અજ્ઞાનવાદીઓ. આ મતપર વિવેચન કરતાં દર્શન સમુચ્ચય ટીકામાં સાત નામે આપ્યા છે. શાલક્ય, સાત્યમુઝિ, મૌદ, પિપ્પલ, બાદરાયણ, જૈમિની અને વસ્તુ. એ સર્વ અજ્ઞાનવાદિઓ છે. કુત્સિત જ્ઞાન તે અજ્ઞાન, તે જેને હોય તે અજ્ઞાની. કૃતકર્મ બંધાદિકનો વિચાર નહિ કરનાર તે અજ્ઞાનવાદી. તેઓ કહે છે કે જ્ઞાનથી કાંઈ શ્રેય નથી, જ્ઞાન હોય તે વિરૂદ્ધ પ્રરૂપણાનો દોષ થઈ જાય, ચિત્ત કલુષિત થાય અને તે ભાવનાથી સંસારપ્રવૃત્તિ લંબાતી ચાલે. અજ્ઞાનનો આશ્રય કરે તો અહંકારનો સંભવ રહે નહિ, પારકા તરફ ચિત્તકાલુબ્ધ થાય નહિ. વળી જે ચિંતવનપૂર્વક કર્મ કરે છે તેને બંધ થાય છે અને તેના પરિણામ પણ અવશ્ય દારૂણ હોય છે, કારણ તે કર્મ તીવ્ર અધ્યવસાયથી કરેલું હોય છે. જે મને વ્યાપાર વગર કર્મ કરે છે તેને આ વાંધો નથી, તેની તો માત્ર વચન કાયાની જ પ્રવૃત્તિ રહે છે અને દારૂણ મનઃ
૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org